સુરતની પી.પી. સવાણી સ્કુલના વિધાર્થીઓ ધોરણ 12 સાયન્સ બોર્ડમાં ચમક્યા, A-1 ગ્રેડ મેળવનાર સૌથી વધુ વિદ્યાર્થીઓ

ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓનું બોર્ડનું પરિણામ જાહેર થઇ ચૂકયું છે. કોરોના મહામારી ને લીધે માસ પ્રમોશન આપવાની જાહેરાત થયા બાદ ધોરણ 12 સાયન્સ ના એક લાખ સાત હજાર નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જાહેર કરેલું પરિણામ માત્ર સ્કૂલો પોતાના ઇન્ડેક્સ નંબરના આધારે જોઈ શકશે. વિદ્યાર્થીઓ સીધું પોતાનું પરિણામ જોઈ શકશે નહીં.

ત્યારે આજરોજ ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા જાહેર થયેલા ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ નું બોર્ડનું પરિણામમાં પી.પી. સવાણી ગૃપ ઓફ સ્કૂલ ના 67 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ પ્રાપ્ત કરીને સમગ્ર ગુજરાતમાં ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી સુરત શહેરનું નામ રોશન કર્યું છે.

આ તબક્કે વિદ્યાર્થીઓની મહેનત અને શિક્ષકોનું સચોટ માર્ગદર્શન પરિણામમાં જોવા મળ્યું હતું. આ તબક્કે પી.પી. સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સ ના ચેરમેન શ્રી વલ્લભભાઈ પી. સવાણી તથા મંત્રી શ્રી હર્ષદભાઈ રાજ્યગુરુ એ તમામ તેજસ્વી તારલાઓને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી.

આજરોજ શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યમાં કુલ 3245 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. રાજકોટ શહેરમાં સૌથી વધુ 829 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો છે. જ્યારે સુરતના 546 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો છે. જ્યારે ભાવનગરમાં 322, જૂનાગઢમાં 243, અમદાવાદમાં 182, ગાંધીનગરમાં 148, વડોદરામાં 148, જામનગરમાં 111, મોરબીમાં 109, નવસારીમાં 107 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો છે. જ્યારે ડાંગમાં એક પણ વિદ્યાર્થી એ-વન ગ્રેડ કે એ-ટુ ગ્રેડ મેળવ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *