‘ડ્રાઇવ થ્રુ ટેસ્ટીંગ’ બાદ અમદાવાદમાં ‘ડ્રાઇવ થ્રુ વેક્સીનેશન’ -જાણો કેવી રીતે આપવામાં આવે છે વેક્સીન?

હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસનો કહેર વરસી રહ્યો છે. આ દરમિયાન કોરોના વેક્સિનેશનનું કામ પણ પુરજોશમાં ચાલી રહ્યું છે. આજે અમદાવાદના સરદાર પટેલ…

હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસનો કહેર વરસી રહ્યો છે. આ દરમિયાન કોરોના વેક્સિનેશનનું કામ પણ પુરજોશમાં ચાલી રહ્યું છે. આજે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ, થલતેજમાં ડ્રાઈવ થ્રૂ વેક્સિનેશન ચાલી રહ્યું છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ આજથી ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન ચાલી રહ્યું છે.

આ દરમિયાન 45 વર્ષથી ઉપરના લોકો માટે હેલિપેડ ગ્રાઉન્ડમાં વેક્સિનેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. જાણવા મળ્યું છે કે, અહીં તમારી જ કારમાં તમને વેક્સિન આપવામાં આવશે. તેના માટે તંત્રએ સવારે 9થી 1 વાગ્યા સુધીનો કાર્યક્રમ આપ્યો છે. અહીં સ્થળ પર જ રજિસ્ટ્રેશન કરી 45 વર્ષથી ઉપરના લોકો વેક્સિન લઈ શકાશે.

જાણવા મળ્યું છે કે, ગાંધીનગરમાં ડ્રાઈવ થ્રૂ વેક્સિનેશનમાં એક કિલોમીટર લાંબી લાઈનો લાગી છે. જેના કારણે કાળઝાળ ગરમીમાં લોકોને પારાવાર મુશ્કેલીઓ ભોગવવી પડે છે. હાલ ગાંધીનગર અને અમદાવાદમાંથી કાળઝાળ ગરમી સહન કરીને લોકો પોતાના નંબરની રાહ જોઈ રહ્યા છે. આટલી મોટી લાંબી લાઈનોથી એ વાત સ્પષ્ટ થાય છે કે, લોકોમાં હવે વેક્સિન પ્રત્યે જાગૃતિ આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી 45 વર્ષથી ઉપરના લોકોને સરળતા રહે તેના માટે નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમમાં ડ્રાઇવ થ્રુ વેક્સિન શરૂ કરવામાં આવ્યું છે. જાણવા મળ્યું છે કે, આજે વહેલી સવારથી જ નવરંગપુરા સ્ટેડિયમ ખાતે ગાડીઓની લાઈન લાગી હતી. અમદાવાદના સેન્ટરો અને ગાંધીનગરમાં ગાડીઓની એક કિલોમીટર લાંબી લાઈન લાગેલી જોવા મળી રહી છે.

આ દરમિયાન કેટલીક જગ્યાએ વિવાદ પણ જોવા મળી રહ્યો છે. કારણ કે, અહીં માત્ર ગાડીઓમાં આવનાર લોકોને જ વેક્સિનેશન આપવામાં આવે છે. ટુ વ્હીલર પર આવતા લોકોને પરત મોકલવામાં આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. મળતી માહિતી મુજબ, શહેરના સરદાર પટેલ ગ્રાઉન્ડ ખાતે ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન માટેનો સમય સવારે 9થી 1 અને બપોરે 3થી 7 છે. અહી લોકો પોતાના વાહનમાં અથવા તો ટેક્સી કે રીક્ષામાં આવી શકશે, અને વાહનામાં બેઠા બેઠા જ તેમને કોરોના રસી આપવામાં આવશે.

45 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે રજીસ્ટ્રેશન સ્થળ પર જ થઇ શકે છે. વેક્સિનેશન અભિયાનને વેગ આપવા માટે AMCએ આ નિર્ણય લીધો છે. આ ઉપરાંત ગાંધીનગરમાં પણ હેલિપેડ ગ્રાઉન્ડમાં ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. વાહનમાં આવનાર વ્યક્તિએ સ્ટેડિયમમાં રજિસ્ટ્રેશન કાઉન્ટર પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

માન્ય આધાર પુરાવા સાથે રજિસ્ટ્રેશન થયા પછી તેમને ટોકન આપવામાં આવે છે. જે લઈ આગળ વેક્સિન કાઉન્ટર પર જઈને વેક્સિન લેવાની રહેશે. જાણવા મળ્યું છે કે, અહી 3 રજિસ્ટ્રેશન કાઉન્ટર અને 3 વેક્સિનેશન કાઉન્ટર ઉભા કરવામાં આવ્યા છે. અને ગાડીમાં બેઠા બેઠા જ લોકોને વેક્સિન આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *