સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ પછી ડ્રગ્સ એંગલે ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. બોલિવૂડ તથા ડ્રગ કનેક્શન એ કઈ નવી વાત નથી. ગેરકાનૂની ડ્રગ્સનો ધંધો કરવો એટલો જુનો અને મોટો છે કે, ડ્રગ્સના ધંધાનો અનુમાન લગાવી શકાય નહીં. આવા ઘણા ડ્રગ્સ માફિયાઓ છે કે, તેઓના ઉપર આખા વિશ્વમાં ડ્રગ્સનો ગેરકાયદેસર ધંધો ચલાવવાનો આક્ષેપ છે. પણ આજે તમને વિશ્વના મોટા પ્રખ્યાત ડ્રગ્સ માફિયાની વાત વિશે કહીશું, આ ડ્રગ્સ માફિયા તેના ગેરકાયદેસર ધંધામાં જો કોઈ નુકશાન કરે તો તે મોત આપે છે. આ ધંધામાં નુકશાન કરનારા હજારો લોકોને મારી નાખ્યા હતા.
સાચે જ, આજે જે ડ્રગ્સ માફિયા વિશે વાત કરવામાં આવે છે, તે છે પાબ્લો એમિલિઓ એસ્કોબર ગૈવિરિયા. પાબ્લો એસ્કોબાર કોકેઇનનાં રાજા તરીકે આખા વિશ્વમાં પ્રખ્યાત હતો. યુ.એસ. ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશનના આડતિયા સ્ટીવ મર્ફીએ એક ઇન્ટર્વ્યુમાં કહ્યું હતું કે, પાબ્લોની પાસે પૈસાનો ભંડાર હતો. માત્ર આટલું જ નહી, દુશ્મનોએ પાબ્લોને મારવા માટે કુલ 16 અબજ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા.
2 ડિસેમ્બર, 1993 ના દિવસે કોલંબિયા પોલીસે પાબ્લો એસ્કોબારને મારી નાખ્યો હતો. પણ મૃત્યુ પહેલા એસ્કોબારે પોલીસ અને સૈનિકોને બહુ હેરાન કર્યા હતા. પાબ્લોએ કોલંબિયામાં ભયાનક આતંક મચાવ્યો હતો. કારને ઉડાડવી અને મોટા નેતાની મારી નાખવા એ પાબ્લો માટે એક સાવ નાની વાત હતી. પાબ્લોનું સ્વપ્ન એ હતું કે, પાબ્લો કોલમ્બિયાના રાષ્ટ્રપતિ બને.
1970 ના દાયકામાં પાબ્લો કોકેઇનના ગેરકાનૂની ધંધામાં ગયો અને માફિયાઓને મળીને મેડેલિન કાર્ટેલનું નિર્માણ કર્યું. પાબ્લો એસ્કોબારની શક્તિનો અંદાજ એ હકીકત પરથી લગાવવામાં આવે છે કે, પાબ્લોએ સરકાર ઉપર દબાણ લાવીને પોતાના માટે ખાસ જેલની તૈયાર કરવામાં આવી હતી. પાબ્લોએ દ્વારા એક શરત મુકવામાં આવી હતી કે, જેલના અમુક કિલોમીટરમાં પોલીસ આવી નહિ શકે.
પાબ્લો પાસે 800 થી વધારે ઘરો હતા. પાબ્લો પાસે ફ્લોરિડામાં મિયામી બીચ પર આવેલું યુ.એસ. માં 6500 ચોરસ ફૂટનો બંગલો બનાવવામાં આવ્યો હતો. માત્ર આટલું જ નહીં, પાબ્લોએ કેરેબિયનમાં આઈલા ગ્રાંદે નામના કોરલ ટાપુ પણ ખરીદી લીધો હતો. એક સમયગાળો એવો હતો કે, પાબ્લોએ અમેરિકામાં મોકલવામાં આવતા કોકીનનો 80 % ભાગ પર પાબ્લોનું નિયંત્રણ હતું.
કોકેઇનથી પાબ્લોની કમાણી ઘણી વધી હતી. ફોર્બ્સ મેગેઝિન પાબ્લોને વિશ્વના 10 પૈસા ધરાવતા લોકોમાં શામેલ કરવામાં આવ્યો હતો.. ઉપરાંત એવું પણ કહેવામાં આવે છે કે, પાબ્લો એસ્કોબાર પાસે ઘણા પૈસા હતા. અમુક વાર ઉંદરો પૈસા કોતરી નાખતા હતા અને કેટલીક વાર તો નોટોની થપ્પીમાં ઉધઇ થઇ જતી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en