પરિવાર સાથે કાશ્મીર ફરવા ગયેલા શૈલેષનું બર્થ-ડેના એક દિવસ પહેલાં જ મોત, મૃતદેહને આજ સાંજ સુધીમાં સુરત લવાશે

Attack On Tourist in J&K: જમ્મુ-કાશ્મીરમાં ટૂરિસ્ટ પર આતંકી હુમલાની ઘટનામાં સુરતના વરાછા શૈલેષ કળાઠિયાનું મોત થયું છે. તેમના પત્ની શીતલ, પુત્રી નીતિ (Attack On Tourist in J&K) અને પુત્ર નાની આબાદ બચાવ થયો છે. શૈલેષભાઈ મુંબઈમાં SBI બેંકના મેનેજર તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે. પત્ની તથા બે બાળકોને દાળમાં કાશ્મીર એસબીઆઇના મેનેજરે સલામત સ્થળે ખસેડવા હોવા માલૂમ પડ્યું છે. જમ્મુ કાશ્મીરના પહેલગામ પાસે મંગળવારે બપોરે 3 વાગ્યે આતંકી હુમલો થયો હતો. આતંકવાદીઓએ પ્રવાસીઓને ટાર્ગેટ કર્યા હતા. આ આતંકી હુમલામાં 26 જેટલા પ્રવાસીઓ માર્યા ગયા છે.

જેમાં સુરતના શૈલેષભાઈ હિંમતભાઈ કળાઠિયાનું પણ મોત થયું હતું. શૈલેષભાઈ મૂળ અમરેલીના લાઠી તાલુકાના દામનગરના પુષ્કીપાં ગામના વતની હતા. તેઓ પરિવાર સાથે વર્ષોથી સુરતના વરાળ ચીકુવાડી સ્થિત હીરાકુંજ સોસાયટી ખાતે આવી ગયા હતા. શૈલેષભાઈ SBI બેંકમાં નોકરી કરતા હતા.

એક વર્ષ પહેલા જ સુરતથી મુંબઈ બદલી થતાં પરિવાર સાથે ત્યાં સ્થાઇ થયા હતાં. દરમિયાન ઉનાળુ વેકેશનમાં પત્ની શીતલ, પુત્ર નક્ષ અને દીકરી નીતિ સાથે જમ્મુ-કાશ્મીર ટૂરનું આયોજન કર્યું હતું. જે અંતર્ગત તેઓ મુંબઈના ટૂર ઓપરેટર મારફતે ફરવા ગયા હતા. આતંકવાદી હુમલામાં ગોળી વાગતા જ મોત થયું હતું. આ બનાવમાં તેમના પત્ની અને બાળકીનો બચાવ થયાનું જાણવા મળે છે.

જન્મદિવસને યાદગાર બનાવવા કાશ્મીર ગયા હતા
શૈલેષભાઈ કળાઠિયાનો જન્મ 23મી એપ્રિલ 1981 ના રોજ થયો હતો. જ્યારે કાશ્મીરમાં આ ઘટના 22મી એપ્રિલે બની હતી. એટલે કે આજે તેમનો જન્મદિવસ હતો. જન્મદિનના એક દિવસ પહેલા તેમનું મોત થતા પરિવારમાં પણ શોકની લાગણી જોવા મળી છે. 23 મી એપ્રિલના રોજ જન્મદિન હોવાથી જન્મદિનની ઉજવણી કરવા માટે જ શૈલેષભાઈ કાશ્મીર ગયા હતા.પરંતુ તેમનો આ જન્મદિવસ તેના પરિવાર માટે એક કાળી યાદ રહી ગઈ.

પરિવાર હાલ સલામત સ્થળે
શૈલેષભાઈનું મોત થતા પરિવારજનોને કાશ્મીરમાં એસબીઆઇ બેંકના કર્મચારીનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન પહેલગામમાં આવેલા SBI મેનેજરે પત્ની અને પુત્રીને સલામત સ્થળે છોડ્યા હતા.