Pahalgam Terror Attack: જમ્મુ અને કાશ્મીરમાં વર્ષો પછી શાંતિ સ્થપાઈ અને પ્રવાસન ઉદ્યોગ ફરી રહ્યો હતો પરંતુ ગઈ કાલે થયેલા હુમલાએ કાશ્મીરને (Pahalgam Terror Attack) ફરી પાછળ ધકેલી દીધું છે. હવે લોકો કાશ્મીરના પ્રવાસે જતા પહેલા હજાર વખત વિચાર કરશે! કોણ છે ભારત અને કાશ્મીરનું દુશ્મન? જ્યા પહેલા હજારો લોકોની અવરજવર રહેતી હતી, તે પહેલગામમાં અત્યારે સન્નાટો છવાઈ ગયો છે! આતંકવાદી હુમલા બાદ શહેરની રોનક ગાયબ થઈ ગઈ, રસ્તાઓ સુમસામ થઈ ગયા, હોટલો ખાલી ગઈ અને દુકાનદાનો દુકાનો બંધી કરીને ચાલ્યા ગયા છે. આ હુમલાએ કાશ્મીરની રોનક છીનવી લીધી!
આતંકવાદી હુમલા બાદ શહેરની રોનક ગાયબ
ઘાટીઓમાં અત્યારે સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સેનાને બાળકોના ચપ્પલ, પર્સ, થેલા અને લોહીથી ખરડાયેલા કપડાં મળી રહ્યાં છે. જ્યાં લોકો આનંદ માણી રહ્યાં હતા ત્યાં અત્યારે માત્ર પક્ષીઓનો અવાજ છે, બાકી બધુ જ શાંત થઈ ગયું છે. અત્યારની સ્થિતિ જોતા એવું લાગે છે અહીં ક્યારેય કોઈ ફરવા આવ્યું જ નહીં હોય! બૈસરન તરફ જતો મુખ્ય રસ્તા પર હવે સેના અને પોલીસ વોચ રાખી રહી છે. આ માર્ગ પર ઘોડાઓના ખુર, બાળકોનું હાસ્ય અને સેલ્ફી લેતા યુવાનો ફરતા હતા ત્યાં હવે માત્ર સેનાની હલચલ અને હેલિકોપ્ટરનો અવાજ સંભળાય છે.
આ હુમલો કાશ્મીરના પર્યટન ઉદ્યોગ પર મોટો ફટકો
હુમલામાં ઘાયલ થયેલા ઘાયલોની પહેલગામની હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. આ હુમલાથી જમ્મુ અને કાશ્મીરના પર્યટન ઉદ્યોગને ભારે ફટકો પડ્યો છે. આ સિઝનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવવાની અપેક્ષા હતી, પરંતુ હવે નથી લાગતું કે કાશ્મીરમાં પ્રવાસે જવાનો કોઈ વિચાર પણ કરે! આ પહેલા પણ કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ થયા હતાં, પરંતુ આ વખતે પ્રવાસીઓને નિશાન બનાવામાં આવ્યાં! જેથી વધારે ભયનો માહોલ સર્જાયો છે.
A shutdown is being observed in Kashmir following the killings of tourists in Pahalgam. Political parties, sociopolitical groups and civil society have called for a bandh to protest the innocent killings. pic.twitter.com/Gh9TicA7zl
— Basit Zargar (باسط) (@basiitzargar) April 23, 2025
લાખો લોકો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને રોષ વ્યક્ત કર્યો
પ્રવાસીઓએ કહ્યું કે, આ હુમલો કાશ્મીર પર ખૂબ જ મોટા દાગ છે. આ હુમલાના કારણે જે ભયનો માહોલ સર્જાયો છે, જેમાં સુધાર આવતા વર્ષો લાગી જવાના છે. કાશ્મીરમાં છેલ્લા 6 વર્ષ બાદ સૌથી મોટો હુમલો થયો જેમાં 27 લોકોના મોત થયા. સેના એ ઘાટીઓમાં સર્ચ ઓપરેશન શરૂ કરી નાખ્યું છે. આખા દેશના લોકો ક્રોધમાં છે, લાખો લોકો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને પોતાનો રોષ ઠાલવી રહ્યાં છે.
હુમલાખોર આતંકવાદીઓ પહેલગામના આ મેદાનમાં આવ્યા અને ફરતા પ્રવાસીઓ પર હુમલો કરી દીધો હતો. એક મહિલાએ કહ્યું કે, આતંકીઓ હુમલો કરતા પહેલા નામ અને ધર્મ પૂછ્યો હતો. મળતી વિગતો પ્રમાણે જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે અનંતનાગ અને શ્રીનગરમાં 24X7 ઇમરજન્સી કંટ્રોલ રૂમ સ્થાપ્યા અને તપાસ શરૂ કરી દીધી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App