આજ કાલ હત્યા અને આપઘાતના કેસો ખુબ વધી ગયા છે. ત્યારે આવા જ એક ધ્રુજાવી દેતા સમાચાર પ્રકાસમાં આવ્યા છે. એક લોખંડ બનાવતી ફેક્ટરીની સળગતી ભઠ્ઠીમાં પડી જવાથી ફેક્ટરી મેનેજરનું દુઃખદ અવસાન થયું છે. આ ભઠ્ઠીમાં મેનેજર રીબાઇ રીબાઇને મોતને ભેટ્યો હતો. મોત એટલું દર્દનાક હતું કે, જોઇને પોલીસ પણ ધ્રુજી ઉઠી હતી. આ અંગે પરિજનોએ પોલીસ સ્ટેશનમાં હત્યા (Murder) ની ફરિયાદ નોંધાવી છે. પોલીસે એફઆઈઆર નોંધીને મામલાની તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, ધૌલાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ‘ખેકરા કાસ્ટિંગ’ નામની લોખંડ બનાવતી ફેક્ટરી છે. જેમાં અનુરાગ ત્યાગી નામનો યુવક ફેક્ટરીમાં મેનેજર તરીકે નોકરી કરતા હતા. આ દરમિયાન શનિવારે કામના સમયે શંકાસ્પદ હાલતમાં લોખંડને પીગાળતી ભઠ્ઠીમાં પડી જવાથી તેનું મોત થયું હતું. મહત્વની વાત તો એ છે કે આ ઘટના અંગે કોઈને પણ જાણ નથી.
મેનેજરના મોતના સમાચાર મળતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. સગાંસંબંધીઓ તાત્કાલિક પણે કારખાને પહોંચી ગયા હતા. સંબંધીઓએ ફેક્ટરી સંચાલક અને અન્ય લોકો પર આરોપ લગાવ્યો કે તેમના ભાઈને ભઠ્ઠીમાં ફેંકીને મારી નાખવામાં આવ્યો છે. મૃતકના પરિવારજનોએ પોલીસને હત્યાની ફરિયાદ આપતાં કાર્યવાહીની માંગ કરી છે.
આ બાબત અંગે એએસપી મુકેશ મિશ્રાએ જણાવ્યું કે, ’25 નવેમ્બરના રોજ બપોરે માહિતી મળી હતી કે ધૌલાના પોલીસ સ્ટેશન વિસ્તારના UPSIDC સ્થિત ખેકરા ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીએ ભઠ્ઠીમાં કૂદીને આપઘાત કરી લીધો છે.’ એકબાજુ પરિવારનું માનવું છે કે, આ આપઘાત નહિ પરંતુ હત્યા છે.
આ માહિતીના આધારે, ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે પરિવારના સભ્યોની ફરિયાદના આધારે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પ્રત્યક્ષદર્શીઓના નિવેદન લેવામાં આવી રહ્યા છે. તેમજ આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ હાપુરના એસપી દીપક ભુકરના જણાવ્યા અનુસાર પોલીસ તપાસમાં ફેક્ટરીના કામદારોએ જણાવ્યું છે કે મેનેજર અનુરાગ ત્યાગી અચાનક ભઠ્ઠીમાં કૂદી પડ્યા હતા. હવે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ જ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.