પાકિસ્તાન T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. બુધવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી સેમિફાઇનલમાં 153 રનના લક્ષ્યાંકનો પીછો કરતા પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું. પાકિસ્તાન 13 વર્ષ બાદ T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું છે. પાકિસ્તાની ટીમ 2007માં રમાયેલા પ્રથમ T20 વર્લ્ડ કપમાં ફાઇનલમાં પહોંચી હતી પરંતુ જીતી શકી ન હતી. છેલ્લી વખત તે 2009માં રમાયેલા T20 વર્લ્ડ કપમાં ફાઇનલમાં પહોંચી હતી અને ટાઇટલ પણ જીત્યું હતું.
The winning moment…
Pakistan is in Final !!!#PakvsNZ #T20WorldCup2022 #BabarAzam? #Semifinal pic.twitter.com/YZvSPe23iZ— Muhammad Arif Khan (@M_Arif61) November 9, 2022
આજે રમાયેલી સેમીફાઈનલમાં ઓપનર બાબર આઝમ (53 રન) અને મોહમ્મદ રિઝવાન (57 રન)એ જોરદાર બેટિંગ કરી હતી. બંનેએ 105 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. આખી ટૂર્નામેન્ટ દરમિયાન બંનેની ઓપનિંગ પર સવાલો ઉઠી રહ્યા હતા. પાકિસ્તાન તરફથી શાહીન શાહ આફ્રિદીએ શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં માત્ર 24 રન આપીને 2 વિકેટ લીધી હતી.
ન્યૂઝીલેન્ડની સૌથી મોટી ભૂલ, બાબરનો કેચ છોડ્યો…
ન્યૂઝીલેન્ડ માટે પ્રથમ ઓવરમાં થયેલી ભૂલ ભારે પડી હતી. જ્યારે ન્યુઝીલેન્ડના વિકેટ કીપર ડેવોન કોનવે બોલ્ટના બીજા બોલ પર બાબરનો કેચ છોડ્યો હતો. ત્યારે બાબર આઝમનું ખાતું પણ નહોતું ખુલ્યું.
PAK ના શાદાબની ડાઈરેક્ટ હિટ
જ્યારે ન્યુઝીલેન્ડ બેટિંગ કરી રહ્યું હતું, ત્યારે તેણે પાવર પ્લેના છેલ્લા બોલ પર એટલે કે છઠ્ઠી ઓવરના છેલ્લા બોલ પર વિકેટ ગુમાવી હતી. ડેવોન કોનવેની વિકેટ વિસ્ફોટક હતી. શાદાબે તેને ડાયરેક્ટ હિટ પર રન આઉટ કર્યો. પાવર પ્લેમાં 2 વિકેટ ગુમાવ્યા બાદ ન્યૂઝીલેન્ડની બેટિંગ ધીમી પડી હતી. જો કોનવેએ એક રનના લોભમાં પોતાની વિકેટ ન આપી હોત તો અંતિમ સ્કોરમાં 20-30 રનનો વધારો થઈ શક્યો હોત અને મેચનું પરિણામ પણ બદલાઈ શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.