શાહરૂખ ખાન આ પ્રખ્યાત બોલિવૂડ અભિનેત્રીનું કરવા માંગતો’તો અપહરણ: જાણો કોણે મુક્યો આરોપ

બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં શાહરૂખ ખાન કિંગ તરીકે જાણીતો છે. તે અવારનવાર ચર્ચામાં આવતો રહે છે. આજે પણ ફરી વખત ચર્ચામાં આવ્યો છે. પાકિસ્તાનનો પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તર સતત તેના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. અખ્તરે બોલિવૂડના કિંગ શાહરૂખ ખાન પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. આ સિવાય શોએબે નિરમા ગર્લ નામથી લોકપ્રિય બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી બેંદ્રેનું અપહરણ કરવાનું પણ વિચાર્યું હતું. એમ એક મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું હતું.

અત્રે ઉલેખનીય છે કે, આઈપીએલની શારૂઆતમાં શોએબ અખ્તર શાહરૂખ ખાનની ટીમનો સભ્ય હતો. શોએબે તેની આત્મકથા ‘કંટ્રોવેર્સિયલી યોર્સ’માં શાહરૂખ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. અખ્તરે કહ્યું હતું કે, તેને આઈપીએલમાં ઓછા રૂપિયા મળ્યા હતા. જેના કારણે તે ખુશ નહોતો. પરંતુ શાહરૂખ ખાન અને જે તે સમયના આઈપીએલ ચેરમેન લલિત મોદીના કહેવા પર તેણે આઈપીએલ રમી હતી પરંતુ તે નાખુશ હતો.

આ ઉપરાંત, શાહરૂખ ખાન અંગે જણાવતા શોએબ અખ્તરે એક ટોક શોમાં કહ્યું હતું કે, તે સોનાલી બેંદ્રેને પસંદ કરતો હતો. સોનાલી તેનો ક્રશ હતી. મીડિયા રિપોર્ટ મુજબ આ શોમાં અખ્તરે એમ પણ કહ્યું કે, જો સોનાલી તેના પ્રેમ પ્રસ્તાવને ફગાવશે તો તેનું અપહરણ કરી લેશે. શોએબને સોનાલી એટલી પસંદ હતી કે, તેની તસવીર પોતાના પર્સમાં રાખતો હતો. ટીમના સાથી ખેલાડી આ અંગે તેની સાથે મસ્તી પણ કરતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *