મોંઘવારી તો જોવો! પેટ્રોલ-ડીઝલના ભાવમાં એક સાથે મસમોટો વધારો થતા 200ને પાર પહોંચી ગઈ કિંમત

પાકિસ્તાન(Pakistan)માં મોંઘવારી(Inflation) અટકવાનું નામ નથી લઈ રહી. પાડોશી દેશમાં ફરી એકવાર પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel)ના ભાવમાં 30 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. ભૂતકાળમાં પણ પાકિસ્તાન સરકારે તેલના…

પાકિસ્તાન(Pakistan)માં મોંઘવારી(Inflation) અટકવાનું નામ નથી લઈ રહી. પાડોશી દેશમાં ફરી એકવાર પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel)ના ભાવમાં 30 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. ભૂતકાળમાં પણ પાકિસ્તાન સરકારે તેલના ભાવમાં 30 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો. હવે એક લિટર પેટ્રોલ 200 રૂપિયાને પાર કરી ગયું છે.

પાકિસ્તાનમાં મધરાતથી પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો લાગુ થઈ ગઈ છે. ગત દિવસે પાકિસ્તાનના મંત્રી મિફતાહ ઈસ્માઈલે તેલની કિંમતોમાં 30 રૂપિયાના વધારાની જાણકારી આપી હતી. હવે પાડોશી દેશમાં એક લિટર પેટ્રોલ 209.86 રૂપિયા અને ડીઝલ 204.15 રૂપિયા થઈ ગયું છે. આ રીતે પેટ્રોલ અને ડીઝલ બંને 200 રૂપિયાને પાર કરી ગયા છે. પાકિસ્તાનના નાણામંત્રીએ કહ્યું કે, 31 મે પછી આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં વધારો થયો છે. ઈસ્માઈલે કહ્યું કે, તેઓ સમજે છે કે આ નિર્ણયથી મોંઘવારી વધશે, પરંતુ તે કરવું પડ્યું.

પાકિસ્તાન સરકાર પર ઈમરાને કર્યા આકરા પ્રહારો:
પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પાકિસ્તાન સરકાર દ્વારા લેવામાં આવતા નિર્ણયો પર સતત પ્રહારો કરી રહ્યા છે. ઈમરાન ખાને તેલની કિંમતોમાં વધારા બાદ ફરી એકવાર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું, “આયાતી સરકારે પેટ્રોલિયમના ભાવમાં 40% અથવા 60 રૂપિયા પ્રતિ લિટર (બે વાર) વધારો કર્યો છે. તેનાથી જનતા પર 900 અબજ રૂપિયાનો બોજ વધશે અને પાયાની જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં વધારો થશે. તેમજ વીજળીના ભાવમાં 8 રૂપિયાનો વધારો સમગ્ર દેશને આંચકો આપશે. મોંઘવારી દર 30 ટકા વધી શકે છે, જે 75 વર્ષમાં સૌથી વધુ હશે.

ઈમરાને સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો:
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને વર્તમાન સરકાર સામે રોડથી લઈને ટીવી ચેનલો સુધી મોરચો ખોલ્યો છે. થોડા દિવસ પહેલા જ ભારતમાં સસ્તા પેટ્રોલ અને ડીઝલના વખાણ થયા હતા અને પાકિસ્તાન સરકારને ઘેરી હતી. હવે ઈમરાન ખાને એક ખાનગી ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું છે કે પાકિસ્તાન સરકારે યોગ્ય નિર્ણય લેવા જોઈએ. તેમણે કહ્યું કે જો પાકિસ્તાન તેની પરમાણુ ક્ષમતા ગુમાવશે તો દેશ ત્રણ ટુકડામાં વહેંચાઈ જશે. તેમણે કહ્યું કે વર્તમાન સરકાર દેશ અને તેની સંસ્થાઓ માટે મોટી સમસ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *