છોકરીની પાછળ ગાંડો થઈ ગયો હતો ભારતીય આર્મીમાં કામ કરતો આ વ્યક્તિ- પાકિસ્તાનને આપી દીધી ગુપ્ત માહિતી

Pakistan ISI Agents Arrested By ATS From Kutch: ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ કચ્છમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી (ISI) માટે જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. બનાવને પગલે મળેલી માહિતી અનુસાર આ કેસમાં નિલેશ બડિયા નામના વ્યક્તિની ધરપકડ(Pakistan ISI Agents Arrested By ATS From Kutch) કરવામાં આવી છે. કચ્છ એક નિલેશ હનીટ્રેપમાં ફસાયા બાદ ભારતીય સુરક્ષા દળ (BSF)ની ગુપ્તચર માહિતી પાકિસ્તાન મોકલી રહ્યો હતો.

આ સમગ્ર ઘટના અંગે મળેલી માહિતી અનુસાર, નિલેશ અદિતિ નામની યુવતીના સંપર્કમાં હતો, સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ નિલેશ બીએસએફના કોઈ વિભાગમાં નોકરી કરે છે. જો કે તેની સંપૂર્ણ વિગતો બહાર આવવાની બાકી છે. નિલેશના મોબાઈલ પરથી મળેલી માહિતી મુજબ તે અદિતિના નામે બનાવેલી ફેક પ્રોફાઈલના સંપર્કમાં હતો. મળેલ માહિતી અનુસાર બંને સતત વાતચીત કરતા હતા.

યુવતીના કહેવા પર નિલેશ તેને કચ્છ બોર્ડર પર તૈનાત ભારતીય સૈનિકોની સ્થિતિના ફોટોગ્રાફ્સ, નકશા સહિતની ઘણી મહત્વની માહિતી મોકલતો હતો. તેના બદલામાં તેને 25,000 રૂપિયા પણ મળ્યા હતા. હાલ એટીએસ નિલેશને લઈને અમદાવાદ જવા રવાના થઈ ગઈ છે. અહીં તેની વધુ પૂછપરછ કરવામાં આવશે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ATSના અધિકારીઓ સાંજે 5 વાગ્યા સુધી આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *