રાજકોટમાં બે સગ્ગા ભાઈઓને ટ્રકે ઉડાડ્યા: બન્નેના કરુણ મોત થતા પરિવારના માથે તૂટી પડ્યું આભ

Two brothers died in accident in Rajkot: રાજ્યમાં અવારનવાર અકસ્માતની ગોઝારી ઘટનાઓ સામે આવતી રહે છે. આવા અકસ્માતમાં હજારો લોકોના પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે હાલમાં આવી જ એક કરુણ ઘટના સામે આવી છે, જેમાં રાજકોટની(Two brothers died in accident in Rajkot) માધાપર ચોકડી નજીક પુરપાટ ઝડપે આવતા ટકે બાઈકને ટક્કર મારતા પુજાર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત એટલો ભયંકર હતો કે, બાઈક પર જઈ રહેલ બે સગા ભાઈઓ ફૂટબોલના દડાની જેમ હવામાં ફંગળાય ને દૂર જઈને પડ્યા હતા. અકસ્માતમાં એક ભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બીજા ભાઈનું સારવાર દરમિયાન મોત થયું છે. પરિવારમાં એક સાથે બંને ભાઈઓના મોતથી શોકનો માહોલ છવાઈ ગયો છે. એક સાથે બંને ભાઈઓના અકસ્માતમાં મોજ થતા 8 માસ અને અઢી વર્ષની પુત્રીને પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. હાલમાં પોલીસે બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

મળતી માહિતી અનુસાર આજે સવારે 11 વાગ્યાની આસપાસ જીતેન્દ્ર ઉર્ફે જીત નીતિનભાઈ નારીગરા અને તેના મોટાભાઈ ભાવેશભાઈ નીતિનભાઈ નારીગરા બાઈક ઉપર વસ્તુઓ લેવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન પાઠ ઝડપે આવતા ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને ભાઈઓના મોત નીપજયા છે.

ભાવેશે સારવાર દરમિયાન દમ તોડ્યો
ભાવેશને ગંભીર રીતે ઈજા પોહચી હતી. પરંતુ તેના હૃદયના ધબકારા હજુ પણ ચાલી રહ્યા છે અને તે બેભાન હાલતમાં તેને તાત્કાલિક સારવાર માટે તેને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તે દરમિયાન આ બનાવની જાણ થતા પરિવારના લોકો ત્યાં દોડી આવ્યા હતા. ભાવેશને પહેલા તો ઇમરજન્સી વિભાગમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં હાજર ડોક્ટરએ તેની હાલત ગંભીર જોઇ તરત જ ICUમાં એડમીટ કરી દીધો હતો. જો કે, સારવાર દરમિયાન ભાવેશે પણ દમ તોડતા પરિવારમાં ભારે કલ્પાંત છવાયો હતો. બનાવના પગલે પોલીસ દોડી ગઈ હતી અને બંને ભાઇઓના મૃતદેહને જરૂરી કાગળ કાર્યવાહી કરી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા.

પિતા નીતિનભાઇ ત્રણેય ફર્નિચરનું મિસ્ત્રી કામ કરે છે
પરિવારના લોકોએ જણાવ્યા અનુસાર, બંને કોઠારિયા રોડ પર રણુજા મંદિરની પાછળ પરિવાર સાથે રહેતા હતા.જીત અને ભાવેશ તેમજ તેમના પિતા નીતિનભાઇ ત્રણેય ફર્નિચરનું મિસ્ત્રી કામ કરે છે. આજે સવારે ભાવેશ અને જીત બંને બાઈક પર માધાપર ચોકડી પાસે નવી બની રહેલી બિલ્ડિંગમાં ફર્નિચર કરવા માટે ઘરેથી નીકળ્યા હતા. ત્યારે અયોધ્યા ચોકથી માધાપર ચોકડી વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. તેમાં જીતના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા. તેને સંતાનમાં કઈ નથી. જ્યારે ભાવેશના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા. હાલ તેને બે દીકરીઓ છે, જેમાં એક દીકરીની ઉંમર અઢી વર્ષ અને બીજી દીકરીની ઉંમર માત્ર આઠ મહિના જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *