હાલમાં સાંસદે 14 વર્ષની બાળકી સાથે લગ્ન કર્યાનો મામલો સામે આવ્યો છે. એએનઆઈના અહેવાલ મુજબ પોલીસે જમિઆત ઉલેમા-એ-ઇસ્લામ પાર્ટીના સાંસદ મૌલાના સલાઉદ્દીન આયુબીની 14 વર્ષની છોકરી સાથે લગ્નને લઈને તપાસ શરૂ કરી છે. મૌલાના સલાહુદ્દીન અયુબી એક સાંસદ છે.
અંજુમન દાવત-ઓ-અજિમત સંસ્થાએ માંગ કરી હતી કે, પોલીસ તપાસ કરે કે યુવતીની લગ્નની ઉંમર થઇ છે કે નહીં અને જો યુવતી લગ્નની ઉંમર નથી થઇ તો ગુનેગાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનેગાર સામે પગલાં ભરવામાં આવે.
ડોનના અહેવાલ મુજબ સોશ્યલ મીડિયા પર એવી ચર્ચા છે કે, 14 વર્ષની છોકરીએ ચાર ગણી વયના પુરુષ સાથે લગ્ન કર્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, લગ્ન JUI-Fના સ્થાનિક નેતાના સહયોગથી લગ્ન કરવામાં આવ્યા હતા.
પોલીસ ઇન્સ્પેક્ટર સજ્જાદ અહેમદે કહ્યું છે કે, યુવતીના પિતા ઘરે નથી અને તેના પિતાના આવ્યા બાદ તપાસ કરવામાં આવશે. તેણે કહ્યું કે, યુવતી ગર્લ્સ હાઇ સ્કૂલની વિદ્યાર્થીની હતી. છોકરીની ઉંમર 28 ઓક્ટોબર 2006 જાણવા મળી છે.
પોલીસ ઇન્સ્પેક્ટર સજ્જાદ અહમદે કહ્યું છે કે, થોડા દિવસો પહેલા પોલીસે જ્યારે યુવતીના ઘરે સંપર્ક કર્યો હતો ત્યારે બાળકીના પિતાએ પુત્રીના લગ્નને નકારી કાઢ્યા હતા અને તે અંગે એફિડેવિટ આપી હતી. આ સમગ્ર કહાની પાકિસ્તાનની હોવાનું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle