ટનલમાં ટ્રેનને નડ્યો ભયંકર અકસ્માત, 36થી વધુ લોકોના મોત- હાલત એટલી ખરાબ છે કે… -જુઓ વિડીયો

હાલમાં એક ભયંકર ટ્રેન અકસ્માત સર્જાયો છે, જેના કારણે અનેક મુસાફરોનું કરૂણ મોત નીપજ્યું છે. તાઇવાનમાં શુક્રવારે એક ટનલથી ભરેલી ટ્રેન દુર્ઘટના બની હતી, જેમાં…

હાલમાં એક ભયંકર ટ્રેન અકસ્માત સર્જાયો છે, જેના કારણે અનેક મુસાફરોનું કરૂણ મોત નીપજ્યું છે. તાઇવાનમાં શુક્રવારે એક ટનલથી ભરેલી ટ્રેન દુર્ઘટના બની હતી, જેમાં અત્યાર સુધીમાં 36 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે અને 72 થી વધુ લોકો ઘાયલ થયા છે.

ફાયર ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે, ટ્રેનમાં 350 થી વધુ મુસાફરો સવાર હતા, જે અકસ્માતનો ભોગ બન્યાં હતાં. ટનલ પરથી પસાર થતી વખતે ટ્રેનનો અકસ્માત થયો હતો. અકસ્માત દરમિયાન ટ્રેન લાંબા સમય સુધી ટનલની દિવાલો સાથે ટકરાઈ હતી, જેમાં ઘણા લોકોના મોતની આશંકા રહેલી છે.

અત્યાર સુધીમાં 36 લોકોના મોતની પુષ્ટિ થઈ છે જ્યારે 72 થી વધુ લોકો ઘાયલ છે. જો કે, ફાયર વિભાગને આશંકા છે કે મૃતકોની સંખ્યામાં વધુ વધારો થઈ શકે છે. કેટલાંક લોકોના મૃતદેહ હજી પણ ટનલની અંદર છે કે, જેમને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

જ્યારે ઘટનાસ્થળ પર પહોંચેલા વહીવટી અધિકારીઓએ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. ઈજાગ્રસ્તોને વહેલી તકે હોસ્પિટલમાં પહોંચાડવા માટેનાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હજી સુધી 72 ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

જો કે, સારી વાત એ હતી કે ટ્રેનમાં ફક્ત 350 લોકો હતા.જયારે ટ્રેન જઇ રહી હતી પરંતુ ટનલમાં ગયા પછી અચાનક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ અને ટ્રેન ટનલની અંદરની દિવાલોને ટકરાવાનું શરૂ કરી દીધી. જેને લીદેહ અનેક લોકો મોતને ભેટ્યા છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વિડીયો પણ શેર કરવામાં આવ્યો છે જે નીચે મુજબ જોઈ શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *