કરાચીના નારાયણપુરા વિસ્તારના રણછોર લેનમાં સોમવારે સાંજે એક દુર્ગા મંદિરમાં મૂર્તિઓની તોડફોડનો મામલો સામે આવ્યો છે. સ્થાનિક હિન્દુ સમુદાયના લોકોએ ઇદગાહ પોલીસ સ્ટેશનની બહાર સાંજથી જ સતત પ્રદર્શન કર્યું હતું. તેમનું કહેવું છે કે, આ ઘટનામાં જે બે લોકો સામેલ હતા, તેમાંથી એક સ્થળ પર જ ઝડપાઈ ગયો હતો, પરંતુ બીજો ત્યાંથી ભાગી ગયો હતો. તેની પણ ધરપકડ થવી જોઈએ.
પ્રદર્શનકારીઓએ કહ્યું કે, દોષિઓને ફાંસીની સજા મળવી જોઈએ. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે મોટી સંખ્યામાં પાકિસ્તાની રેન્જર્સ અને પોલીસ ફોર્સને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે. તેમને સ્પીકરથી જાહેરાત કરીને સમજાવવામાં આવ્યું કે પાકિસ્તાની પોલીસ ,રેન્જર્સ અને તમામ પક્ષો તમારા દુઃખમાં સામેલ છે. આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે. વહીવટીતંત્રે કહ્યું કે દોષિઓને કડકમાં કડક સજા આપવામાં આવશે.
તે જ સમયે, વિરોધીઓ ફાંસીની સજાની વાત કરી રહ્યા છે. મામલાને વેગ પકડતો જોઈને કરાચી પોલીસે સ્થાનિક લોકો દ્વારા એક આરોપી મોહમ્મદ વલીદ, પિતા મોહમ્મદ શબ્બીરના વિરુદ્ધ પાકિસ્તાન પીનલ કોડની કલમ 295 અને 427 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મંગળવારે તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મોહમ્મદ વાલીદ કરાચીના મારવાડી લેનનો રહેવાસી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.