ઉત્તરાયણને લઈને સુરત પોલીસે બહાર પાડ્યું જાહેરનામું- જાણી લો નિયમો, પછી કહેતા નઈ કીધું નય

ગુજરાત(Gujarat): ઉત્તરાયણ(Uttarayan)નો તહેવાર આવી રહ્યો છે અને તેને કારણે પતંગ રસિકોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તો કેટલાય લોકોએ અત્યારથી જ ઉતરાયણની…

ગુજરાત(Gujarat): ઉત્તરાયણ(Uttarayan)નો તહેવાર આવી રહ્યો છે અને તેને કારણે પતંગ રસિકોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તો કેટલાય લોકોએ અત્યારથી જ ઉતરાયણની તડામાડ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. પરંતુ ઉત્તરાયણના દિવસે અને તેની પછીના દિવસે સુરત પોલીસ(Surat Police) દ્વારા જે નિયમો લાગુ કર્યા છે તેનો કડકાઈથી અમલ કરવો જરૂરી છે, નહિતર પછી કેતા નહિ કે ધક્કો થયો.

સુરતમાં ફ્લાય ઓવરબ્રીજને લઈને પોલીસે જાહેરનામું બહાર પડ્યું છે. આ જાહેરનામાં મુજબ તારીખ 14 અને 15 જાન્યુઆરી મુજબ ફ્લાય ઓવરબ્રીજ પર ટુવ્હીલર માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સુરત શહેરના તમામ ફ્લાય ઓવરબ્રીજ પર ટુવ્હીલર વાહો માટે પ્રતિબંધ લાગુ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જો ટુવ્હીલરમાં સેફટી ગાર્ડ હશે તો પ્રતિબંધોમાંથી છૂટછાટ આપવામાં આવશે. જો તમારી ગાડીમાં સેફટી ગાર્ડ હશે તો જ ફ્લાય ઓવરબ્રીજ પરથી જવા દેવામાં આવશે. ઉતરાયણના તહેવારને લઈને સુરત તંત્ર સાબદું બન્યું છે.

ગુજરાત સરકારે ઉત્તરાયણને લઈને લગાડયા કડક પ્રતિબંધો:
ગુજરાતમાં ઉત્તરાયણ પર્વ પર કેટલાય કડક નિયમો લગાવી દેવામાં આવ્યા છે કોરોના વાયરસના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે આગામી ઉત્તરાયણના તહેવાર માટે કડક માર્ગદર્શિકા બહાર પાડીને પતંગ ચગાવવા માટે જાહેર સ્થળો, રસ્તાઓ અને ખુલ્લા મેદાનોમાં લોકોને એકઠા થવા પર પ્રતિબંધ મૂક્યો છે.

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પતંગ ઉડાડવા માટે બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, કોઈપણ જાહેર સ્થળ, ખુલ્લા મેદાનમાં કે રસ્તા પર પતંગ ઉડાડવા માટે લોકોને એકઠા થવા પર પ્રતિબંધ રહેશે. જેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ધાબા પર કે સોસાયટીમાં ડીજે અને લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ રહેશે. ઉત્તરાયણની ઉજવણી દરમ્યાન પતંગ રસિયાઓએ નિયમોનુ પાલન કરવું ખુબ જ જરૂરી છે. જો નિયમોનું ઉલ્લંઘન કર્યું તો તહેવાર દરમિયાન પોલીસ સ્ટેશન જવાનો વખત આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *