દુનિયાના ઈતિહાસમાં પહેલી વાર પાકિસ્તાની રાષ્ટ્રપતિને મળશે ફાંસીની સજા, જાણો એવા તો શું કાંડ કર્યા ?

વિશ્વના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું હશે કે કોઈ દેશના રાષ્ટ્રપતિને ફાંસીની સજા સંભળાવી હોય. પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને ફાંસીની સજા આપી છે. પાકિસ્તાનના ઇતિહાસમાં પહેલીવાર પેશાવર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વકાર અહમદ શેઠની અધ્યક્ષતાવાળી વિશેષ અદાલતની ત્રણ સભ્યોની બેંચે ફાંસીની સજા સંભળાવી હતી. હાલમાં પરવેઝ મુશર્રફ દુબઈમાં છે.

તારીખ 3 ડિસેમ્બર, 2007 ના રોજ પરવેઝ મુશર્રફ પર ઇમરજન્સી લગાવવાનાં ગુનામાં ડિસેમ્બર 2013 માં દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો. મુશર્રફને 31 માર્ચ, 2014 ના રોજ દોષી ઠેરવવામાં આવ્યા હતા.

પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે લાહોર હાઇકોર્ટ (LHC) માં અરજી કરી હતી, જેમાં ઈસ્લામાબાદની ખાસ અદાલત સમક્ષ પેન્ડિંગ કાર્યવાહી પર રોક લગાવવાની વિનંતી કરી હતી. તેની સામે દેશદ્રોહનો કેસ નોંધાયો છે.

એક ન્યૂઝ મુજબ, વકીલોએ ખ્વાજા અહમદ તારિક રહીમ અને અઝહર સિદ્દીકી વતી દાખલ કરેલી અરજીમાં એલએચસીને વિશેષ કોર્ટમાં કાર્યવાહી આગળ વધારવા પર ત્યાં સુધી રોક લગાવવા માટે કહ્યુ હતુ, જ્યાં સુધી એલએચસી તરફથી મુશર્રફની પહેલાંની બાકી અરજી પર કોઈ નિર્ણય લેવામાં ન આવે.

અરજીમાં મુશર્રફે એક વિશેષ અદાલતની રચનાને પડકાર્યો હતો, જે અંતર્ગત રાજદ્રોહ અને ગેરકાયદેસર કાર્યોના આરોપ હેઠળ તેમના પર કેસ કરવામાં આવ્યો હતો. મુશર્રફે ત્રણેય સભ્યોની વિશેષ અદાલતે કરેલી જાહેરાત બાદ આ મહિનાની શરૂઆતમાં આ નવી અરજી દાખલ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *