રેલો આવતા ભારતના ગુણ ગાવા લાગ્યા ‘ઇમરાન ખાન’ કહ્યું- ‘દુનિયાની કોઈ તાકાત ભારતનો વાળ વાંકી નહિ કરી શકે’

પાકિસ્તાન(Pakistan)માં ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે સંસદને પુનઃસ્થાપિત કરવા અને અવિશ્વાસની દરખાસ્ત પર મતદાન કરવાના સુપ્રીમ કોર્ટ(Supreme Court)ના નિર્ણય પછી વડા પ્રધાન ઇમરાન ખાને(Prime Minister…

પાકિસ્તાન(Pakistan)માં ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે સંસદને પુનઃસ્થાપિત કરવા અને અવિશ્વાસની દરખાસ્ત પર મતદાન કરવાના સુપ્રીમ કોર્ટ(Supreme Court)ના નિર્ણય પછી વડા પ્રધાન ઇમરાન ખાને(Prime Minister Imran Khan) શુક્રવારે(Friday) દેશને સંબોધિત કર્યું. જેમાં તેમણે દેશના લોકોને રસ્તા પર આવવાનું આહ્વાન કરતા ભારતની જોરદાર પ્રશંસા કરી હતી. ઈમરાન ખાને કહ્યું કે આજે દુનિયાની કોઈ પણ મહાશક્તિ ભારતને આંખ નહિ બતાવી શકે. તેમના નિવેદન બાદ વિપક્ષી પાર્ટીઓએ કહ્યું કે ઈમરાનને ભારત જવું જોઈએ.

ઈમરાન ખાને પાકિસ્તાનના લોકોને સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ અને સન્માન માટે રસ્તા પર ઉતરવાની અપીલ કરી છે. આ દરમિયાન ઈમરાને ભારતનું ઉદાહરણ આપ્યું અને કહ્યું કે ભારત એક નિષ્ઠાવાન દેશ છે. તેની સામે ષડયંત્ર રચવાની કોઈની હિંમત નથી. ભારતની વિદેશ નીતિ સ્વતંત્ર છે અને વિશ્વની કોઈ શક્તિ ભારતને કહી શકતી નથી કે તેની વિદેશ નીતિ શું હોવી જોઈએ. પાકિસ્તાનની વિદેશ નીતિમાં અન્ય દેશોની દખલગીરીનો ઉલ્લેખ કરતા ઈમરાને કહ્યું કે રશિયા સામે પ્રતિબંધો લગાવવા જોઈએ, પરંતુ ભારત તેમાંથી તેલ આયાત કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, ‘યુરોપિયન યુનિયનના રાજદૂતે પ્રોટોકોલ વિરુદ્ધ નિવેદન આપ્યું હતું કે પાકિસ્તાને રશિયા વિરુદ્ધ નિવેદન આપવું જોઈએ. શું તેની પાસે ભારતને આવું કહેવાની હિંમત છે?

કાશ્મીરની ધૂન વગાડતા ઈમરાન ખાને કહ્યું કે ભારત સહિત કોઈપણ દેશ સાથે તેમની કોઈ દુશ્મની નથી, પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને કાશ્મીરની વિચારધારાને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો બગડ્યા છે. ઈમરાન ખાને અમેરિકા પર તેમની સરકાર વિરુદ્ધ ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. ઇમરાને કહ્યું કે જ્યારે તે રશિયા ગયો ત્યારે તેને ધમકી આપવામાં આવી હતી, પરંતુ તે કોઈના હાથની કઠપૂતળી બની શકતા નથી. તેઓએ આરોપ લગાવતા કહ્યું કે જ્યારે અમેરિકાના એક પ્રતિનિધિએ કહ્યું હતું કે જ્યાં સુધી ઈમરાન ખાન પીએમ પદ નહીં છોડે ત્યાં સુધી પાકિસ્તાનને માફ કરી શકાય નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *