ગુજરાતના 80 માછીમાર પરિવારોની સુધરી દિવાળી, પાકિસ્તાને જેલમાંથી કર્યા મુક્ત- આજે પહોંચશે વાઘા બોર્ડર

80 Indian fishermen from Karachi jail: પાકિસ્તાન સરકારે ગુરુવારે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં રહેતા 80 માછીમારોને જેલમાંથી મુક્ત કર્યા હતા, ત્યારબાદ ગુજરાત સરકારની એક ટીમ તેમને લેવા પંજાબ પહોંચી હતી. અમદાવાદમાં અધિકારીઓએ આ માહિતી આપી હતી.પાકિસ્તાન સરકાર દ્વારા ગેરકાયદેસર વિદેશી ઈમિગ્રન્ટ્સ અને નાગરિકોને દેશમાંથી હાંકી કાઢવા માટે ચાલી રહેલા અભિયાનના ભાગરૂપે ભારતીય માછીમારોને(80 Indian fishermen from Karachi jail) મુક્ત કરવામાં આવ્યા છે.

કરાચીની જેલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ભારતીય માછીમારોને ભારે સુરક્ષા વચ્ચે અલ્લામા ઈકબાલ એક્સપ્રેસ ટ્રેન દ્વારા મોકલવામાં આવ્યા છે અને તેઓ આવતીકાલે લાહોર પહોંચશે જ્યાંથી તેમને વાઘા બોર્ડર પર ભારતીય અધિકારીઓને સોંપવામાં આવશે.

ઈધી વેલ્ફેર ટ્રસ્ટના ફૈઝલ એધીએ જણાવ્યું હતું કે મોટાભાગના ભારતીય માછીમારો ગરીબ પૃષ્ઠભૂમિના છે અને તેઓ સ્વદેશ પરત ફરતા ખૂબ જ ખુશ છે. ઈધી વેલ્ફેર ટ્રસ્ટે ખુદ ભારતીય માછીમારોને લાહોર પહોંચવાની વ્યવસ્થા કરી છે.તેમણે કહ્યું, ‘તેઓ ખુશ છે કે તેઓ તેમના પરિવારને જલ્દી મળશે. અમે તેમને ઘરે લઈ જવા માટે કેટલીક રોકડ અને અન્ય ભેટો આપી છે.

પાકિસ્તાન અને ભારત દરિયાઈ સીમાનું ઉલ્લંઘન કરવા બદલ એકબીજાના માછીમારોની નિયમિત ધરપકડ કરે છે.અમદાવાદમાં ગુજરાતના ફિશરીઝ કમિશનર નીતિન સાંગવાને જણાવ્યું હતું કે શુક્રવારે બપોરે અટારી-વાઘા બોર્ડર પર માછીમારોને રાજ્યના મત્સ્યોદ્યોગ વિભાગની ટીમને સોંપવામાં આવશે. સાંગવાને કહ્યું, ‘તેઓ ગુજરાતના જુદા જુદા ભાગોના છે. અમે તેમને ટ્રેન દ્વારા રાજ્યમાં લાવીશું.

એનજીઓ ‘ઈન્ડિયા પાકિસ્તાન પીપલ્સ ફોરમ ફોર પીસ એન્ડ ડેમોક્રેસી’ના રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય જીવન જુંગીએ જણાવ્યું હતું કે, “આ 80 માછીમારોને લગભગ ત્રણ વર્ષ પહેલાં પાકિસ્તાની સત્તાવાળાઓએ તેમના દેશની પ્રાદેશિક જળસીમામાં માછીમારી કરવાનો આરોપ લગાવીને પકડ્યા હતા.

તેઓ 2020 માં નિયમિત સમયાંતરે ગુજરાતના દરિયાકાંઠેથી નીકળી ગયા હતા. અમારા રેકોર્ડ મુજબ, 173 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે.” મે અને જૂનમાં, પાકિસ્તાન સરકારે લગભગ 400 ભારતીય માછીમારોને મુક્ત કર્યા હતા જેમની સમાન આરોપો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *