Pakistan Latest Updates: પાકિસ્તાનના કરાચી(Karachi) શહેરમાં મફત રાશન વિતરણ(Free ration distribution) દરમિયાન થયેલા અકસ્માતમાં 12 લોકોના મોત(11 people died) થયા છે. આ ઘટના દુ:ખદ બની છે કારણ કે મૃતકોમાં 8 મહિલાઓ અને 3 બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ઘટના પાકિસ્તાનની એક ફેક્ટરીમાં બની હતી અને રિપોર્ટ્સનું માનીએ તો નાસભાગ બાદ પોલીસ પણ મેદાનમાંથી નીકળી ગઈ હતી. હાલમાં આ અંગેના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. ત્રિશુલ ન્યુઝ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી.
8 women and 3 children Die in a stampede while collecting Food rations in Karachi, Pakistan pic.twitter.com/RMEO8eTudR
— Cursed Gimmick Account (@gimmick_acc) March 31, 2023
પાકિસ્તાનમાં 12 લોકોના મોત:
પાકિસ્તાનના પંજાબ રાજ્યમાં, સરકાર કેટલાક દિવસોથી મફત રાશનનું વિતરણ કરી રહી છે અને તે પ્રાપ્ત કરનારાઓમાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે. જેમાં 8 મહિલાઓ સહિત 3 બાળકોના મોત થયા છે. ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલો અનુસાર, મફત રાશન મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ રહ્યા છે અને આ દરમિયાન ઘણી ધક્કામુક્કી અને અફરાતફરી મચી ગઈ છે. અહેવાલો સૂચવે છે કે, ભાગદોડમાં ઘણા લોકો વીજ કરંટથી મૃત્યુ પામ્યા હતા.
At least 11 dead in #stampede at #freeration distribution point in #Karachi #Pakistan #PakistanEconomicCrisis pic.twitter.com/osQhFqmsim
— Siraj Noorani (@sirajnoorani) March 31, 2023
પાકિસ્તાનમાં જાણો શું છે હાલત:
પાકિસ્તાનમાં 185 કિલો લોટ મળે છે. પાકિસ્તાનમાં 1 રોટલીની કિંમત 40 રૂપિયા સુધી છે. સરકારે મફત રાશનની વ્યવસ્થા શરૂ કરી છે. અત્યાર સુધીમાં કુલ 12 ના મોત, 60 ગંભીર રીતે ઘાયલ થયા છે. પાકિસ્તાનમાં મોંઘવારી દર 47 ટકાથી વધુ છે. પાકિસ્તાનમાં ઈંધણ 35 ટકા મોંઘુ થઈ ગયું છે. પાકિસ્તાનમાં ડોલરની ભારે અછત છે.
29 લોકો ગંભીર રીતે ઘાયલ:
મળી રહેલા અહેવાલો અનુસાર અત્યાર સુધીમાં 9 લોકોના મૃતદેહ મળી આવ્યા છે અને લગભગ 29 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલમાં રમઝાન મહિનો ચાલી રહ્યો છે અને મફત રાશન લેવા લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, મફત રાશનને કારણે 12 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ આંકડો પંજાબ પ્રાંતનો છે જ્યાં ઘાયલોની સંખ્યા 5 ડઝનને વટાવી ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.