CBSE ધોરણ 12 બોર્ડનું પરિણામ જાહેર, ફટાફટ આ રીતે ચેક કરો તમારું રિઝલ્ટ

CBSE Result 2023 Live: CBSE દ્વારા ધોરણ 12મા બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર (CBSE 12th Board Result Declared) કરી દેવામાં આવ્યું છે. શુક્રવારે એટલે કે આજરોજ…

CBSE Result 2023 Live: CBSE દ્વારા ધોરણ 12મા બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર (CBSE 12th Board Result Declared) કરી દેવામાં આવ્યું છે. શુક્રવારે એટલે કે આજરોજ પરિણામ જાહેર કરતા બોર્ડે કહ્યું છે કે, આ વર્ષે પરીક્ષામાં બેસનાર 87.33% બાળકો પાસ થયા છે.

CBSE દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, આ વર્ષે તે પરિણામ સાથે વિદ્યાર્થીઓના પ્રથમ, બીજા અને ત્રીજા વિભાગની માહિતી આપશે નહીં. વિદ્યાર્થીઓને બિનજરૂરી સ્પર્ધાથી બચાવવા માટે આ વર્ષે મેરિટ લિસ્ટ પણ બહાર પાડવામાં આવ્યું નથી.

CBSE બોર્ડ દ્વારા આજે ધો. 12નું બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે અમે તમને જણાવી દઈએ કે એ માટે વિધાર્થીઓ CBSEની સત્તાવાર લિંક https://cbseresults.nic.in/ ની મુલાકાત લઈ પોતાનું પરિણામ જોઈ શકશે.

જો વાત કરવામાં આવે તો CBSE આ વર્ષે ધોરણ 12માં 87.33 %વિદ્યાર્થીઓ પાસ થયા છે. છોકરાઓ કરતા છોકરીઓની પાસ થવાની ટકાવારી 6 % સારી રહી છે. છોકરીઓની પાસ ટકાવારી 90.68 % રહી છે જ્યારે છોકરાઓની પાસ થવાની ટકાવારી 84.67 % રહી છે.

આટલા વિદ્યાર્થીઓએ આપી હતી CBSEની પરીક્ષા: 

મહત્વનું છે કે, CBSE 10મીની પરીક્ષા દેશમાં 15 ફેબ્રુઆરીથી 21 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. ધોરણ 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 5 માર્ચ દરમિયાન યોજાઈ હતી. બંને પરીક્ષામાં 38,83,710 ઉમેદવારોએ હાજર રહ્યા હતા. ધોરણ 10ના 21,86,940 વિદ્યાર્થીઓ અને ધોરણ 12ના 16,96,770 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

SMS દ્વારા પરિણામ કેવી રીતે ચેક કરશો પરિણામ:

સૌ પ્રથમ ફોનના મેસેજ બોક્સ પર જાઓ. ટેક્સ્ટ મેસેજ પર જાઓ અને CBSE 12th ટાઇપ કરો અને જગ્યા આપ્યા વિના રોલ નંબર દાખલ કરો. આ પછી તેને 77388299899 પર મોકલો અને પરિણામ જવાબ સ્વરૂપે આવશે.

CBSE Result ચેક કરવા માટે જરૂરી દસ્તાવેજો:

રીઝલ્ટ જોવા માટે રોલ નંબર, શાળા નંબર, જન્મ તારીખ અને એડમિટ કાર્ડ આઈડીની જરૂર પડશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *