અબજોના દેવામાં ડૂબેલા પાકિસ્તાન પાસે કોરોના સામે લડવા પણ પૈસા નથી, લેવા જઈ રહ્યું છે કરોડોની લોન

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને પાકિસ્તાનમાં કોરોના વાયરસની કટોકટીનો સામનો કરવા માટે ત્રણ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ સાથે 150 કરોડનું ધીરણ મેળવવા કરાર પર હસ્તાક્ષર કર્યા છે. પ્રધાનમંત્રી ઇમરાન ખાને કાર્યાલયએ શુક્રવારના રોજ વર્લ્ડ બેંક (BW), એશિયન ડેવલપમેન્ટ બેંક અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બેન્ક સાથે કરાર કર્યા હતા. પાકિસ્તાનમાં આરોગ્ય તંત્રને મજબૂત કરવા અને રોગચાળાના સામાજિક પ્રભાવોને ઓછો કરવાના પાકિસ્તાન સરકારને ટેકો આપવાના ઉદ્દેશથી કોવિડ-19 એક્ટિવ રિસ્પોન્સ અને ખર્ચ સપોર્ટ પ્રોગ્રામમાં ADB 50 કરોડ ડોલરનું વિસ્તરણ કરી રહી છે.

એઆઈઆઈબી (AIIB) આ પ્રોગ્રામ હેઠળ 50 કરોડની ઉપસહાય પણ કરી રહી છે. પાકિસ્તાનને થોડા દિવસમાં જ 50 કરોડ ડોલર આપી દેવામાં આવશે. જેનાથી પાકિસ્તાનમાં કોરોના સામે લડવા આ રૂપિયા મદદરૂપ થાય. સાથે-સાથે રૂપિયા 50 કરોડ ડોલરના બીજી એક સમજૂતી થઈ છે. આમ થોડા દિવસોમાં જ 150 કરોડ ડોલરની લોન પાકિસ્તાનને આપવામાં આવશે. તેના જૂના વિદેશી દેવાની રકમ ચૂકવવા અને તેના વિદેશી વિનિમય ભંડારને મજબૂત કરવા માટે, પાકિસ્તાન સરકાર વર્ષ 2020-21 નાણાકીય વર્ષમાં કુલ 15 અબજ ડોલરની લોન લેવાની યોજના ધરાવે છે. પાકિસ્તાન દ્વારા કોઈપણ એક વર્ષમાં લેવામાં આવેલી આ સૌથી વધુ લોન બનશે.

આ G-20 દેશો પાસેથી માંગવામાં આવેલા દેવા કરતાં વધુ છે. ઇસ્લામાબાદ G-20 દેશો પાસેથી 1.8 અબજ ડોલર માંગ્યા છે. ADB અને પાકિસ્તાને મેડિકલ સાધનો ખરીદવા અને ગરીબ મહિલાઓને ભંડોળ વહેંચવા માટે 30.5 કરોડ રૂપિયાની કોવિડ-19 કટોકટી લોન પર સંમતિ આપી છે. પાકિસ્તાને બે મહિના પહેલા આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળમાંથી 1.39 અબજ અમેરિકન ડોલર અને વિશ્વ બેંક તરફથી 200 મિલિયન ડોલરની કટોકટી લોન મળી હતી. એક સર્વે અનુસાર પાકિસ્તાનનું જાહેર દેવું આ વર્ષ જૂન સુધીમાં વધીને, 37,500 અબજ પાકિસ્તાની રૂપિયા અથવા કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) ના 90 ટકા થઈ જશે.

પાકિસ્તાન આ ચાલુ વર્ષે ફક્ત દેવાની ચુકવણી કરવામાં 2,800 અબજ રૂપિયા ખર્ચ કરશે. પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI)ની સરકાર બે વર્ષ પહેલા સત્તા પર આવી ત્યારે જાહેર દેવું 24,800 લાખ કરોડ રૂપિયા હતું. શનિવાર સુધીમાં, પાકિસ્તાનમાં કોવિડ-19 કેસની કુલ સંખ્યા 1,71,666 હતી, જ્યારે અત્યાર સુધીમાં 3,382 લોકોનાં મોત થયાં છે. અને પાકિસ્તાનમાં આર્થિક પરીસ્થીતીને કારણે ખુબ ખરાબ પરિસ્થતિ સર્જાણી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *