પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ગુરુવારે ભારતને ધમકી આપતા કહ્યું હતું કે, જો ભારતે કાશ્મીરમાં આગળ પગલાં લીધાં તો સમગ્ર ક્ષેત્રની શાંતિ અને સલામતી જોખમમાં મુકાશે. એક પત્રકાર પરિષદમાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા જાહિદ હાફીઝ ચૌધરીએ કહ્યું હતું કે, ભારતે કાશ્મીરમાં તેની ગેરકાયદેસર ક્રિયાઓ પર પુનર્વિચાર કરવો જોઇએ. ભારતે કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના નિયમોનું સંપૂર્ણ પાલન ફરજીયાત કરવું જોઈએ. પાકિસ્તાનના આ નિવેદન પર ભારતે પ્રતિક્રિયા આપી છે.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે કહ્યું હતું કે, વાસ્તવિકતાને બદલી શકાતી નહી કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે. ભારત હંમેશા કહેતું રહ્યું છે કે, કાશ્મીર એ તેનો આંતરિક બાબત છે અને પાકિસ્તાનને તેના પર બોલવાનો કોઈ હક નથી.
ઝાહિદ હાફિઝ ચૌધરીએ કહ્યું કે, પાકિસ્તાન કાશ્મીરના ભાગલાનો અને તેની વસ્તી વિષયકતામાં પરિવર્તન લાવવાના ભારતીય પ્રયાસોનો સંપૂણ વિરોધ કરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું છે કે, વિદેશી પ્રધાન શાહ મેહમુદ કુરેશીએ પણ એક દિવસ પહેલા યુએનએસસીના પ્રમુખ અને યુએન સેક્રેટરી જનરલને પત્ર લખીને યુએન નેતાગીરીને પાકિસ્તાનની આ અંગેની જાણ કરવા આવી હતું.
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મેહમુદ કુરેશીએ સંયુક્ત રાષ્ટ્રને માહિતી આપતી વખતે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે કે, ભારત ફરીથી કાશ્મીરમાં કંઈક મોટું કાવતરું કરી શકે છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે બુધવારે જાહેર કરેલા નિવેદનમાં કહ્યું હતું કે, ‘ભારત ફરીથી કાશ્મીરમાં ગેરકાયદેસર પગલાં લઈ શકે છે.
હાલના સમયમાં પાકિસ્તાન વારંવાર કાશ્મીર અને ભારત સાથે સંબંધો પુન:સ્થાપિત કરવાનો મુદ્દો ઉઠાવી રહ્યું છે. પરંતુ પાકિસ્તાનના આ નિવેદ પર ભારત તરફથી કોઈ પ્રતિક્રિયા નથી. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જો કાશ્મીર માટેનો રોડમેપ રજૂ કરે તો પાકિસ્તાન ભારત સાથે વાતચીત કરવા તૈયાર છે. પરંતુ પીએમ ઇમરાન ખાનના આ નિવેદન પર ભારતે ધ્યાન આપ્યું ન હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.