તમે વૃદ્ધ મહિલાઓની પ્રેગનેન્સી વિશે તો સાંભળ્યું જ હશે પરંતુ કોઈ વૃદ્ધ પુરુષ પ્રેગ્નેટ થઈ જાય તેના પર કોઈ સામાન્ય માણસ ભરોસો ન કરી શકે.જી હા પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ખાન એવાલ થી એવી જ એક ઘટના સામે આવી છે જ્યાં એક લેબોરેટરીએ ૬૦ વર્ષીય વૃદ્ધ અને પ્રેગ્નેન્ટ જાહેર કર્યો છે. હકીકતમાં અલ્લાહ બીટા નામના એક વૃદ્ધ ખાનેવાલના હોસ્પિટલમાં ઇલાજ કરાવવા માટે આવ્યો હતો. ત્યાં તેણે પેશાબનો રિપોર્ટ કરાવવા માટે કહેવામાં આવ્યું. ત્યાર પછી તે વૃદ્ધ વ્યક્તિ પ્રાઇવેટ લેબોરેટરીમાં પેશાબ નો રિપોર્ટ કરાવવા માટે ગયો. પરંતુ જ્યારે રિપોર્ટ સામે આવ્યો તો તેના હોશ ઉડી ગયા. રિપોર્ટમાં તેને પ્રેગ્નેન્ટ જણાવવામાં આવ્યો હતો.
જ્યારે તેની ખબર સરકારી અધિકારીઓ સુધી પહોંચી તો તેના આમાં કંઈક ગોલમાલ લાગી અને તેણે મામલાની તપાસ શરૂ કરી.આ મામલો પાકિસ્તાનના હેલ્થ કેર કમિશન સુધી પહોંચ્યો.ત્યારબાદ આ નેપાલના ડીસ્ટ્રીક કમિશનરે લેબોરેટરી ને સીલ કરી દીધી. લેબોરેટરીના માલિકને ગિરફતાર કરવામાં આવ્યો.
આ લેબોરેટરી હોસ્પિટલની નજીક જ છે. એચડી ડિપાર્ટમેન્ટે લેબોરેટરી ની બધી તપાસ કરતા કહ્યું કે વગર કોઈ લાઇસન્સ કે ગેરકાનૂની રીતે આ લેબોરેટરી ચલાવવામાં આવી રહી હતી. અહીંયા કોઈ યોગ્ય ડોક્ટર કામ ન કરતો હતો. આ લેબોરેટરી છેલ્લા બે વર્ષથી ચાલી રહી હતી.
જ્યારે આ ખબર સોશિયલ મીડિયા પર ફેલાય તો લોકો એકબીજાના સ્વાસ્થ્ય વ્યવસ્થાને લઇને ખૂબ મજાક ઉડાવી. કેટલાક લોકોએ તેને ફેક ન્યુઝ જણાવ્યા તો કેટલાક લોકોએ તેને સરકારની જવાબદારી હોવાનું જણાવ્યું. લોકોએ કહ્યું કે ખરેખર આ આશ્ચર્યજનક છે.ઘણા લોકોએ તો એ ત્યાં સુધી કહી દીધું કે હવે લોકો કોઈ લેબોરેટરી પર કઈ રીતે ભરોસો કરી શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news