જનતા પર સવાર મોંઘવારીનો માર: અહિયાં પેટ્રોલના ભાવમાં એક સાથે વધારો થતા 250 પ્રતિ લીટર પહોંચી ગઈ કિંમત

પાકિસ્તાનના નાણા મંત્રી મિફ્તા ઈસ્માઈલે કહ્યું કે, સરકાર હવે વધુ સબસિડી સહન કરવાની સ્થિતિમાં નથી. પાકિસ્તાન સરકારે 6 બિલિયન ડોલરના અટવાયેલા બેલઆઉટ પેકેજને શરૂ કરવા…

પાકિસ્તાનના નાણા મંત્રી મિફ્તા ઈસ્માઈલે કહ્યું કે, સરકાર હવે વધુ સબસિડી સહન કરવાની સ્થિતિમાં નથી. પાકિસ્તાન સરકારે 6 બિલિયન ડોલરના અટવાયેલા બેલઆઉટ પેકેજને શરૂ કરવા માટે આ નિર્ણય લીધો છે. રોકડની સમસ્યાનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં ફરી એકવાર ઈંધણના ભાવમાં ભારે વધારો (Fuel Price Hike)  થયો છે.

પાકિસ્તાનના નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, સરકારે પેટ્રોલ પર 10 રૂપિયા પ્રતિ લીટર અને હાઈ-સ્પીડ ડીઝલ (HSD), કેરોસીન અને લાઇટ ડીઝલ ઓઈલ (LDO) પર 5 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલિયમ વસૂલાત લાદી છે. જેના કારણે ઈંધણના ભાવમાં વધારો થયો છે. આ સાથે જ પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં પણ ભારે વધારો થયો છે.

કેટલુ મોંઘુ થયું પેટ્રોલ 
પાકિસ્તાન સરકારના આ નિર્ણય બાદ પેટ્રોલની કિંમત 14.85 રૂપિયા પ્રતિ લીટર વધીને 248.74 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. હાઈ-સ્પીડ ડીઝલના ભાવમાં 13.23 રૂપિયા અને કેરોસીનના ભાવમાં 18.83 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. હવે પાકિસ્તાનમાં હાઈ સ્પીડ ડીઝલ 276.54 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. કેરોસીન 230.26 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.

સરકારની ખરાબ હાલત
પાકિસ્તાનના નાણા મંત્રી મિફ્તા ઈસ્માઈલે ઈસ્લામાબાદમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું હતું કે સરકાર હવે વધુ સબસિડી સહન કરવાની સ્થિતિમાં નથી. તેથી વધારો કરવાની જરૂર છે.

આ વર્ષે એપ્રિલમાં સત્તા સંભાળનાર શાહબાઝ શરીફ સરકારના કાર્યકાળ દરમિયાન ઈંધણના દરમાં ચોથી વખત વધારો કરવામાં આવ્યો છે. પાકિસ્તાને આ નિર્ણય ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના અટકેલા 6 બિલિયન ડોલરના બેલઆઉટ પેકેજને ફરી શરૂ કરવાના નિર્દેશ પર લીધો છે.

IMFએ બેલઆઉટ પ્રોગ્રામ ફરીથી શરૂ કરવા માટે પેટ્રોલિયમ ઉત્પાદનો પર વસૂલાત જેવી કડક શરતો મૂકી હતી. આગામી દિવસોમાં પાકિસ્તાનમાં વીજળીના દરો પણ વધી શકે છે, કારણ કે IMFએ પણ વીજળીના દરો વધારવાની શરત મૂકી છે.

જરૂરિયાતની વસ્તુઓ થઈ મોંઘી 
પાકિસ્તાનમાં સતત જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થઈ રહી છે. ગયા મહિને, પાકિસ્તાનના નાણામંત્રીએ દાવો કર્યો હતો કે તેઓ સુનિશ્ચિત કરશે કે કિંમતો સ્થિર રહેશે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે મોંઘવારી માટે પૂર્વ પીએમ ઈમરાન ખાન પર આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે દેશને નોટબંધીથી બચાવવા માટે જરૂરી ચીજવસ્તુઓની કિંમતો વધારવી પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *