પાકિસ્તાન ભલે જમ્મુ-કાશ્મીરને મુદ્દે ભારતને પડકારી રહ્યું હોય પરંતુ તેના અર્થતંત્રની સ્થિતિ ખૂબ જ ખરાબ છે મોંઘવારીની સ્થિતી એ છે કે સીએનજી પેટ્રોલ ડીઝલ થી માંડીને દાળ ચોખા રસોઈ માટે ના તેલ ના ભાવ પણ વધારે આસમાની છે ભારત સાથે કિંમતની ની તુલના કરીએ તો ભારતમાં પેટ્રોલ ની કિંમત 72 રૂપિયા છે તો પાકિસ્તાનમાં ખૂબ જ વધારે ૧૧૭ રૂપિયા છે ડીઝલની કિંમત પણ ભારત કરતાં બમણી છે ભારતમાં ડીઝલ પ્રતિ લીટર રૂપિયા ૬૫ માં વેચાય છે તો પાકિસ્તાનમાં લોકોને ૧૩૨ ચૂકવવા પડે છે.
ખાદ્યસામગ્રી માં પણ મોંઘવારી:-
પાકિસ્તાનમાં એલપીજી ગેસ સીએનજી ગેસ અને ખાદ્ય સામગ્રીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે આપણા પાડોશી દેશ માં નાના રોટી રૂપિયા 40 થી 45 ના ભાવે વેચાય છે ખાંડની કિંમત તો ભારત દેશ કરતા બે ગણે છે. રૂપિયા 75 થી 80 છે જ્યારે ભારતમાં ખાંડની કિંમત 35 થી 40 છે. પાકિસ્તાનમાં રસોઈ તેલ પણ રૂપિયા 220 ના ભાવે વેચાય છે. બીજી ઘણી દાળ જેવી કે મગની દાળ 160 થી 170 અને મસૂરની દાળ 130 એ 1 કિલો અને ચણાની દાળ 160 ના ભાવે વેચાય રહી છે.
દૂધ ના ભાવ તો 120 રૂપિયા સુધી પહોંચ્યા:
પાકિસ્તાનમાં દુધ ના ભાવ ભારત કરતાં ઘણા વધારે છે ભારતમાં સરેરાશ પ્રતિ લીટર દૂધ રૂપિયા 60 માં મળી રહેલું તે જ દૂધ પાકિસ્તાનમાં 120 ના ભાવે લોકોને વેચાય છે આનું કારણ ઇમરાન ખાન સત્તામાં આવ્યા પછી મોંઘવારીએ માઝા મૂકી છે.
પાકિસ્તાન ભારે મોંઘવારીનો સામનો કરી રહ્યું છે ડોલર સામે પાકિસ્તાન રૂપિયો ગગડતાં મોંઘવારી વધી ડોલરના મુકાબલે પાકિસ્તાન નું નાણું ડોલરના મુકાબલે રૂપિયા 158 સપાટીએ પહોંચ્યું છે.