પાલઘરમાં થયેલ સાધુઓની હત્યાના આરોપીના નામ બાબતે મોટો ખુલાસો? શું થઇ પોલીસ કાર્યવાહી? જાણો અહી

મહારાષ્ટ્રના પાલઘર જીલ્લામાં મોબ લિંચિંગમાં સંતો ડ્રાઈવરની હત્યા બાદ ઉદ્ધવ સરકાર ઘેરાતી જોવા મળી રહી છે. ઘણા પાક્ષિક અને કટ્ટરવાદી સંગઠનો આ વાતને ધાર્મિક રંગ ચડાવવા ઉતાવળા બન્યા છે. સમગ્ર દેશમાં આ ઘટના સામે ગુસ્સો છે. ત્યારે દેશભરમાં આ બાબતે અલગ અલગ અફવાઓ ઉડી રહી છે, દેશ હાલમાં નાજુક પરિસ્થિતિ હેઠળ ચાલી રહ્યો છે ત્યારે આ ઘટનાને સાંપ્રદાયિક રંગ આપીને પોતાના રોટલા શેકી રહ્યા છે. ત્યારે આ કેસને લઈને ચોંકાવનારી વિગતો સામે આવી છે.

ક્યારે બની ઘટના?

16 એપ્રિલની રાત્રે, મુંબઇના ત્રણ રહેવાસીઓ સુરત કોઈ અંતિમ ક્રિયામાં ભાગ લેવા માટે નીકળ્યા હતા. જેઓ દાદરા નગર હવેલી થઇ ગુજરાત પ્રવેશ કરવા માંગતા હતા. પરંતુ બોર્ડર પરથી તેમણે લોકડાઉનને કારણે પરત મોકલાયા જેને લીધે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ગઢચિંચલે ગામ પહોચ્યા જ્યાં ગામના સ્થાનિક રહેવાસીઓને અફવા મળી કે આ લોકો બાળક ચોર છે, જેથી ટોળાએ ભેગા થઇ આ ઘટનાને અંજામ આપ્યો.

પોલીસે શું કરી કામગીરી?

ટોળું આ ત્રણ લોકોને મારી રહ્યું છે તે વાત મળતા જ કાસાની ચાર પોલીસકર્મીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, પરંતુ ત્યાં સુધીમાં ટોળાએ કાર પલટીવી નાખી હતી. પોલીસના અન્ય 16 જવાનોની બેકઅપ ટીમ 45 મિનિટ પછી સ્થળ પર પહોંચી અને ત્રણેય શખ્સોને બે અલગ અલગ પોલીસ વાહનોમાં બેસાડવામાં સફળતા મળી. પરંતુ ટોળાએ તેમને પોલીસ વાનમાંથી બહાર ખેચી અને તેમના પર પથ્થર અને લાઠીઓથી પીટાઈ કરી હતી. લિંચિંગના એક વીડિયોમાં મૃતક સાધુ ASI પાસે જીવ બચાવવા આજીજી કરતા નજરે પડે છે, પરંતુ આ પોલીસ કર્મી એ કોઈ કાર્યવાહી ન કરી અને ભીડથી કેટલાક પોલીસ કર્મચારીઓ ભાગતા દેખાઈ રહ્યા છે.

અ બાબતે ઘટના સ્થળે હાજર પોલીસ ઓફિસર કાલે સાથે અમારી વાતચીતમાં જણાવે છે કે, “વિડિઓમાં અડધી વાત જ બતાવવામાં આવી છે. લોકો એ નથી બતાવતા કે અમે પહેલા મૃતકોને બચાવ્યા અને તેમને પોલીસ વાનની અંદર લઈ ગયા. અમારા એક સાથીને સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્ન થતા તે પ્રતિકાર આપવા સક્ષમ નહોતો.” વીસ પોલીસકર્મીઓ 500 ના ટોળા સામે કેવી રીતે લડી શકે?” આ ઘટના બાદ મહારાષ્ટ્ર પોલીસના કોંકણ રેંજના આઇજીપી નિકેત કૌશિકે પાલઘર જિલ્લાના કાસા પોલીસ સ્ટેશનના બંને અધિકારીઓને સસ્પેન્શન હેઠળ મૂક્યા હતા. પાલઘરમાં 16 એપ્રિલે બનેલી મોબ લિંચિંગની ઘટનાની તપાસ કરવામાં ન આવે ત્યાં સુધી સહાયક પોલીસ નિરીક્ષક આનંદ રાવ કાલે અને અન્ય એક સબ-ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવાયા છે.

કોણ છે આરોપીઓ?

ઘટના સ્થેલ હાજર ઓફિસર કાલે પોતે ફરિયાદી બન્યા છે અને કાસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. અને મુખ્ય પાંચ આરોપીના નામ FIR માં લખાવ્યા છે. આ FIR ઘટનાની ગણતરીના કલાકોમાં જ દાખલ કરી દેવામાં આવી હતી અને 100 થી વધુ આરોપીઓની ધરપકડ કરી હતી.જેમના નામ હકી સુધી જાહેર કરાયા નથી. તમામ આરોપીની ધરપકડ થયા બાદ આ આરોપીઓની ઓળખ જાહેર કરવામાં આશે. આ ઘટનામાં ટોળાની આગેવાની કરનાર મુખ્ય પાંચ આરોપીની ઓળખ જયરામ ધાકર, મહેશ સીતારામ રાવતે, ગણેશ દેવજી રાવ, રામદાસ આસારે, સુનીલ સોમજી રાવતે છે. આ સિવાય અજાણ્યા 400 થી 500 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે. આરોપીઓ વિરુદ્ધ IPC 302, 120B, 427, 147, 148, 149 હેઠળ સરકારી વાહનને નુકસાન, 144 ભંગ સહિતની ફરિયાદ નોંધવામાં આવી છે અને પકડાયેલા આરોપીઓને શનિવારે જ કોર્ટમાં હાજર કરીને 30 મી એપ્રિલ સુધી રિમાન્ડ હેઠળ મોકલી દેવાયા છે.

રાજ્ય સરકારની કામગીરી

CM ઠાકરેએ એક ટ્વીટમાં કહ્યું છે કે, “આ ઘોર ગુનામાં અને શરમજનક કૃત્યમાં શામેલ કોઈને પણ બચાવવામાં આવશે નહીં અને શક્ય તેટલી મજબૂત રીતે પીડિતોને ન્યાય આપવામાં આવશે.” મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સોમવારે કહ્યું કે, અમે આ કેસ સ્ટેટ સીઆઈડીને ટ્રાન્સફર કરી દીધો છે અને (એડિશનલ ડાયરેક્ટર જનરલ) અતુલચંદ્ર કુલકર્ણીને તપાસની વ્યક્તિગત દેખરેખ રાખવા સૂચના આપવામાં આવી છે.’ મહારાષ્ટ્ર પોલીસે તાત્કાલિક હરકતમાં આવીને આ કામના આરોપીઓને પકડ્યા છે અને હજુ પણ તમામ ને પકડવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર સાયબર પોલીસે રવિવારથી જ આ કેસ અંગે ટ્વીટ કરીને ચેતવણી આપી છે કે સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવીને આ ઘટનાને કોમ્યુનલ રૂપ આપવાની પોસ્ટ કરી રહેલા તમામ એકાઉન્ટ્સની પણ શોધખોળ શરૂ કરી દીધી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આવા તમામ એકાઉન્ટની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. જેથી તેઓ જે સામગ્રી પોસ્ટ કરે છે તેની ગંભીરતાના આધારે તેમની વિરુદ્ધ કાર્યવાહીનો નિર્ણય કરી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *