પાણીપુરી નું નામ આવે એટલે દરેક વ્યક્તિના મોઢામાં પાણી આવી જાય છે. પાણીપુરી નાના-મોટા દરેક વ્યક્તિની પસંદગી હોય છે. દરેક વ્યક્તિ એવું જ કહેતા સાંભળવા મળશે કે પાણીપુરી સ્વાસ્થ્ય માટે સારી નથી પણ તેનું કારણ ફક્ત બહાર મળતી નબળી કક્ષાની પાણીપુરી જ છે એ સિવાય તો પાણીપુરી ના ઘણા ફાયદાઓ છે જે કોઈ ધ્યાનમાં લેતુ જ નથી. અહીં તમને અહીં પાણીપુરી ના ફાયદા જણાવીશું જેની તરફ તમારું આજ સુધી ધ્યાન જ નથી ગયું.
તમને કોઈ એવું જણાવે છે કે પાણીપુરી ખાવાથી વજન ઓછું થાય છે તો તમને જરૂર નવાઈ લાગશે પરંતુ આ વાત એકદમ સાચી છે. પાણીપુરી બહારની હોય તો એકદમ ચોખ્ખી હોવી જોઈએ નહિતર તો કંઈ હોવી જોઈએ તો જરૂરથી પાણીપુરી થી વજન ઘટાડી શકાય છે અને આ સિવાય પણ તેના અનેક ફાયદાઓ છે.
પાણીપુરી માં વપરાતો મસાલો તમારું પાચનતંત્ર ને બગડવા દેતો નથી. પાણીપુરીમાં જે મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે તે પેટના દુખાવામાં અને એસિડીટીમાં રાહત આપે છે. પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે જો માપમાં ખાવામાં આવે તો જ વધારે પડતી કોઈપણ વસ્તુ આખરે નુકસાનકારક જ નીવડે છે.
વજન વધવાની સમસ્યા માં પણ પાણીપુરી ખૂબ જ ઉપયોગી બને છે. વધતા જતાં વજનથી પાણી પુરી રાહત અપાવે છે. ઘરે પાણીપુરી બનાવતા સમયે તેમાં ફુદીનો,હિંગ, કાચી કેરી અને લીંબુ વગેરે મિક્સ કરીને નાખો. પાણીમાં મીઠું ના નાંખવું અને એ સિવાય પાણીમાં ટામેટાંનો ઉપયોગ ના કરવો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.