સ્પર્ધાત્મક પરીક્ષા લઈને ભરતી કરતી ગુજરાત પોલીસમાંલોકરક્ષક દળની ભરતી માટેની પરીક્ષા આજે રદ કરી દેવામાં આવી છે. ફરી એકવાર સરકારને શર્મસાર થવું પડ્યું છે, પેપર લીક થતાં ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સ્વરૂપ એ જાહેરાત કરી જણાવ્યું હતું કે, પેપર લીક થયું હોવાની તેમને માહિતી મળી છે. જેથી આ પરીક્ષાને રદ કરી દેવામાં આવી છે. પરંતુ અનેક જગ્યાએ પરીક્ષા રદ કરવામાં આવી હોવાની માહિતી આપવામાં ન આવતા કેટલાક સેન્ટરો પર ઉમેદવારોને પ્રવેશ આપી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
જાણવા મળતી વિગતો અનુસાર કેટલાય સેન્ટરોમાં પરીક્ષાર્થીઓને ઉમેદવારોને પ્રવેશ પણ આપી દેવાયો હતો. રાજ્ય પોલીસ ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સ્વરૂપે આ જાહેરાત કરતાં કહ્યું કે, આગામી એક જ મહિનામાં ફરી પરીક્ષા લેવાશે. પાલનપુરમાં પેપર ફૂટતાં આ પરીક્ષા રદ કરવાની ફરજ પડી છે. આ અંગે વિકાસ સ્વરૂપ કોઈ સ્પષ્ટ ખુલાસો કરી શક્યા નહોતા. તેમણે સરકાર વતી પરીક્ષાર્થીઓની માફી માગી હતી.
અસામાજિક તત્વોએ આ પેપર લીક કર્યું હોય શકે છે. એકાદ મહિનામાં ફરીથી પરીક્ષા લેવામાં આવી શકે છે. લોક રક્ષક દળ ભરતી બોર્ડ અધ્યક્ષ વિકાસ સહાયે પેપર લીક થવા અને ઉમેદવારોએ હેરાનગતિનો સામનો કરવો પડતા દુઃખ વ્યક્ત કર્યું હતું. આ કોઈ પહેલી ઘટના નથી કે પેપર ફૂટવાને લીધે સરકારે શર્મસાર થવું પડ્યું હોય આ પહેલા પણ SSC કેન્દ્ર સરકારના પેપર 2 વખત લીક થઈ ચુક્યા છે.