પાર્ક કરેલી બાઈક અચાનક જ આપમેળે ચાલવા લાગી- વિશ્વાસ ન આવતો હોય તો જુઓ વિડીયો

સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાંક વિડીયો વાયરલ થતાં હોય છે. કેટલાંક વિડીયોને જોઈ લોકો ખુબ આશ્વર્યમાં મુકાઈ જતા હોય છે ત્યારે હાલમાં પણ આવો જ એક વિડીયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા હાલમાં સામે આવી રહેલ એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે, પાર્ક કરેલું બાઇક આપમેળે જ ચાલવા લાગે છે. કેટલાંક લોકો આ વીડિયોને એડિટિંગની કમાલ ગણાવી રહ્યા છે તો કેટલાંક લોકો ખરેખર આવું બન્યું હોઈ શકે છે એવું જણાવી રહ્યાં છે. જો કે, આ વીડિયોની પુષ્ટિ થઈ શકી નથી. આ વીડિયોને લઈને કેટલાંક પ્રશ્ન પણ ઉઠી રહ્યા છે ત્યારે કેટલાંક લોકો ખરેખર આવું બન્યું હશે તેવું માની રહ્યા છે.

સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહેલ 30 સેકન્ડના આ વીડિયોમાં જોઈ શકાય છે કે, 2 મોટર સાઇકલ શેરીમાં પાર્ક કરેલા હોય છે કે, જેમાંથી અચાનક એક બાઇક ચાલવા લાગે છે. બાઇકની આપમેળે રસ્તાની વચ્ચે આવી જાય છે તથા નીચે પટકાઈ જાય છે.

આ વીડિયો પોસ્ટ કરનાર એક યૂઝરે લખ્યું હતું કે, “જો આ ઘટના CCTVમાં કેદ ન થઈ હોત તો કદાચ કોઈપણ વ્યક્તિ આના પર વિશ્વાસ ન કરતું.” આ CCTV ફૂટેજને ટ્વીટર પર અત્યાર સુધીમાં અનેકવિધ લોકો જોઈ ચુક્યા છે. જો કે, આ વીડિયોની સત્યતાની ચકાસણી થઈ શકી નથી. કેટલાંક લોકોએ આ વીડિયોને લઈ અવનવી કૉમેન્ટ પણ કરી હતી.

એક યૂઝરે લખ્યું હતું કે,”ભૂત પણ દારૂ પી ગયું હતું એટલે નીચે પડી ગયું હશે.” અન્ય એક વ્યક્તિએ લખ્યું હતું કે, “ભૂત પાસે પણ ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું ખુબ જરૂરી છે.” આની સાથે જ એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, “બાઇકમાં આ કોની આત્મા ઘૂસી ગઈ છે.” હાલમાં તો આ વીડિયોને લીધે લોકોને મજા પડી છે. તમે આ વીડિયો વિશે શું કહેશો?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *