હાલમાં આપણે સૌ જાણીએ છીએ કે, કોરોનાકાળ ને લીધે ઘણી સ્કૂલો ફી માટે વાલીઓ પર દબાણ કરે છે. અને સંચાલકો પોતાની મનમાની ચલાવે છે. આ દરમિયાન ફરી એવો કેસ સામે આવી રહ્યો છે. ચાલો જાણીએ સંપૂર્ણ કહાની.
FRC દ્વારા ફી નિયમન અમલમાં મૂકી હોવા છતાં ખાનગી સ્કૂલના સંચાલકો પોતાની મનમાની ચલાવી રહ્યા છે. ત્યારે સુરતની વધુ એક સ્કૂલ દ્વારા FRCના નિયમનું ઉલ્લંઘન પોતાની મનમાની વાલીઓ પર ઠોપી રહ્યા છે. ફી નહિ ભરતા વિદ્યાર્થીઓને ગ્રૂપમાંથી બહાર કાઢી મૂકવામાં છે. અને વાલીઓ પર ફી ભરવા દબાણ કરવામાં આવે છે. જેથી આજે મોટી સંખ્યામાં વાલીઓ ભેગા થઈ વિરોધ પ્રદશન કરી રહ્યા હતા.
છેલ્લા કેટલાક સમયથી ફીને લઇ ચાલી રહેલા વિવાદને લઇ આખરે FRC દ્વારા ફી નિયમન કરવામાં આવી છે. તેમ છતાં ખાનગી સ્કૂલ દ્વારા પોતાની મનમાની ચલાવીને બેફાર્મ ફી ઉઘરાવવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા 25 ટકા ફી માફી કરી હોય તેમ છતાં સ્કૂલ સંચાલકો પોતાના દ્વારા નક્કી કરાયેલ પૂરે પૂરી ફી વસૂલી રહી છે ત્યારે સુરતના વેસુ વિસ્તારમાં આવેલી ભગવાન મહાવીર સ્કૂલના સંચાલકો દ્વારા પણ પોતાની નક્કી કરાયેલી ફી વસુલવામાં આવી રહી છે.
ફી નહિ ભરનાર વિદ્યાર્થીઓનું ભણતર અટકાવી દેવામાં આવ્યું છે. છેલ્લા દોઢ મહિનાથી વિદ્યાર્થીઓને ગ્રૂપમાંથી કાઢી મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત વાલીઓ ઉપર ફી ભરવા દબાણ પણ કરવામાં આવી રહ્યું છે. જેથી આજે મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલ પર ભેગા થઈ સ્કૂલ સંચાલકો વિરુદ્ધ હોબાળો મચાવ્યો હતો. અગાઉ FRC અને DEOને રજુઆત કરી હોવા છતાં અધિકારીઓ દ્વારા કોઈ પગલાં નહિ લેવાતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle