હાલ તેલંગાણા (Telangana)માંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક માસુમ બાળકનું ચોકલેટ ખાવાની લીધે મોત થયું છે. જેમાં એક બાળકનું ચોકલેટ(Chocolate) ખાવાને કારણે મૃત્યુ નીપજ્યું છે. ઘટનાને પગલે બાળકના માતા-પિતા માથે જાણે દુ:ખનો પહાડ તૂટી પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
મળતી માહિતી અનુસાર, તેલંગાણામાં કંધનસિંહ નામના એક વ્યક્તિએ અમેરિકાથી પોતાના બાળક માટે એક ખાસ ચોકલેટ લાવ્યા હતા. જે પોતાના બાળક સંદીપે ખાધી હતી. આ દરમિયાન ચોકલેટ સંદીપના ગળામાં ફસાઈ ગઈ હતી જ્યારે તકલીફ વધતા સંદીપની હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સંદીપનું સારવાર દરમિયાન મોતની થયું હતુ. ઘટનાને પગલે સમગ્ર પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.
જાણવા મળ્યું છે કે, સંદીપ ધોરણ 2માં અભ્યાસ કરતો હતો. ત્યારે સંદીપ ઘરેથી ચોકલેટ લઈને શાળાએ ગયો હતો. જયારે ચોકલેટ ખાધા બાધ સંદીપ ને શ્વાસ લેવામા તકલીફ પડવા લાગી હતી, જ્યારે આ વાત ની જાણ ટીચરને થતા તેણે તાત્કાલિક પ્રિન્સપાલને જાણ કરી હતી અને સંદીપને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે સારવાર દરમિયાન મોત થયું હતુ અને ડોક્ટરે જણાવ્યુ હતુ કે સંદીપ નો શ્વાસ અટકવાને લીધે મોત થયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.