હાલ કોરોનાએ રાજ્યોના મહાનગરોની જેમ જ ગામડાઓને પણ પોતાના ભરડામાં લીધા છે. ગામડાઓમાં દરરોજ સેંકડો કેસ નોંધાઈ રહ્યા છે. જયારે ઓછી સુવિધાને કારણે અહિયાં વધારે પરીસ્થીતી ખરાબ બની છે. આવી પરીસ્થીતીમાં શહેરોની જ હોસ્પિટલોમાં બેડ ખાલી નથી તો ગામડાઓમાં અને તાલુકાની હોસ્પિટલોમાં કેવા હાલ હશે?
રાજ્યમાં કોરોના મહામારીનો વિસ્ફોટ થયો છે. રાજયની હોસ્પિટલોમાં સારવાર માટે બેડ, ઇન્જેક્શન કે ઓકસીજન મળતા નથી. રાજયમાં આરોગ્ય સેવા સંપૂર્ણ કથળી ગઈ છે. સરકાર આરોગ્ય સેવા પૂરી પાડવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે. રાજયમાં શહેરી વિસ્તાર બાદ હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના ના કારણે વિકટ પરિસ્થિતિ ઉભી થઇ છે. લોકો આ મહામારીનો ભોગ બની રહ્યા છે.
ત્યારે સરકાર ગ્રામ્ય વિસ્તારમાં ધ્યાન આપતી ન હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. આથી આજરોજ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણી એ નામદાર વડી અદાલતમાં કોંગ્રેસનાં તમામ ધારાસભ્યોને મળવાપાત્ર ગ્રાન્ટ રૂ.1.5 કરોડ જે તે વિસ્તારમાં ઓકસીજન પ્લાન્ટ, સિલિન્ડર, બેડ, દવા તેમજ અન્ય આરોગ્ય સુવિધા માટે સંપૂર્ણ વાપરવા દેવા માટેની માંગ સાથે સુઓ મોટો અપીલ દાખલ કરી છે. જેને નામ અદાલત દ્વારા હકારાત્મક લીધી છે.
હાઈકોર્ટમાં દાખલ કરાયેલી PILમાં જણાવ્યું છે કે…
અરજદારોએ કોરોનાના સમય દરમિયાન નાગરિકોની સમસ્યાઓ અને પ્રશ્નો દૂર કરવા દિન રાત અવિરત અને અથાક પ્રયત્નો કર્યા છે.
અરજદારોએ નમ્રતાપૂર્વક જણાવ્યું છે કે દરેક ધારાસભ્ય પાસે ધારાસભ્ય ભંડોળ તરીકે દર વર્ષે 01.50 કરોડનો ઉપયોગ ધારાસભ્ય ભંડોળને લાગુ નિયમો અનુસાર સંબંધિત મતક્ષેત્રમાં થાય છે. જો દરેકનો હિસાબ કરીએ તો INC ના કુલ ધારાસભ્યો પાસે કુલ 97.50 કરોડ રૂપિયા થાય. આ PILમાં માંગણી સાથે કહેવામાં આવ્યું છે કે, કોંગ્રેસના દરેક નેતાઓને આ રાશિનો ઉપયોગ પોતાના મત ક્ષેત્રમાં કરવા દેવાનો અનુમતિ આપવામાં આવે. ગયા અઠવાડિયામાં, ગુજરાત રાજ્યએ દરેક ધારાસભ્યોને રૂ. 01.50 કરોડમાંથી 25 લાખ સુધીની રકમનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. ખરેખર ૨૫ લાખ ખુબ જ ઓછા છે તો, કોર્ટ સામે માંગણી કરીએ છીએ કે, કોંગ્રેસના તમામ ધારસભ્યને પુરેપુરી ધનરાશિનો ઉપયોગ કરવા મળે જેનાથી કોરોના સામે લડવા દર્દીઓને અસુવિધાનો સામનો ન કરવો પડે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.