Olpad, Surat, Gujarat: આપઘાતની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધતી જણાઈ રહી છે. આજે લોકો નજીવી બાબતે પોતાનું જીવન ટૂંકાવી દેતા થઈ ગયા છે. ત્યારે હાલ આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ઉમરા ગામે રહેતા રોમિયોના જુદીજુદી મહિલાઓ સાથે લફરું હોવાની તે લોકોને વાતો કરવા સાથે જ ઉમરા ગામની પરણીતા સાથે પણ સંબંધ હોવાનું તેના સંબંધીઓએ તથા સોસાયટીમાં રહેતા લોકોને કહી બદનામ કરી હતી.
જેને પગલે તેણે આ વાત પોતાના પતીને કરી હતી. તેમ છતાં પણ લોકોમાં બદનામી થવાની વાતે માઠું લાગી આવતા તેણે બે વર્ષનો બાળક અને પતીને સૂતેલા મૂકી ઘરના બાજુના રૂમમાં જઈને ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. જેથી પોલીસ દ્વારા રિમિયો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
ઘટના વિશે વિગતવાર વાત કરીએ તો, ભાવેશભાઈ ચતુરભાઈ બાળધા પોતાની પત્ની કોમલ તેમજ બે વર્ષના દીકરા સાથે ઓલપાડ તાલુકાનાં ઉમરા ગામે આવેલ બાલ ક્રુષ્ણ રો હાઉમાં રહેતા હતા. ત્યારે એક મહિના પહેલા ભાવેશભાઈ નોકરી પરથી પરત ઘરે આવ્યા બાદ પત્ની કોમલે ભાવેશભાઈને જણાવેલું કે, આપણી સોસાયટીમાં રહેતા જયદીપ કાકડિયાની મમ્મી રામિલા બહેન આપણાં ઘરે આવી મને કહેતા હતા કે સોસાયટીમાં બધા લોકો વાત કરે છે કે તું લફરા કરે છે. આવી વાત સોસયાટીમાં લોકો ઉડાવી મને બદનામ કરે છે, જ્યારે મારા કોઇની સાથે આવા કોઈ સંબંધ નથી. આટલુજ નહીં પણ શ્રી જી સોસાયટીમાં રહેતા કુટુંબી ભાઈએ પણ આવી જ વાત ફોન કરીને ભાવેશને કરી હતી.
આ પછી બીજા દિવસે પણ ભાવેશભાઈ જયારે નોકરીએથી પરત આવીને જમવા બેસેલા ત્યારે કોમલ બહેને રડતાં રડતાં કહેલું કે જયદીપ કાકરિયા કે બીજા સાથે મારૂ લફડું હોવાની વાત ઉડાવી લોકોએ મને બદનામ કરી મારૂ જીવવાનું હરામ કરી દીધું છે. આ દરમિયાન ભાવેશભાઈએ તેને સવારે પોલીસમાં ફરિયાદ કરવા જવાની વાતે સાંત્વનાં આપી સૂઈ જવાનું કહ્યું હતું. તેથી બે વર્ષના બાળકને સાથે લઈને પતિ પત્ની એક રૂમમાં સૂતા હતા.
ત્યારબાદ મોડી રાત્રે ભાવેશભાઈનો દીકરો રડતાં તેમણે ઊઠીને જોયું તો કોમલબહેન રૂમમાં ણ હતા. તેથી તેઓએ રસોડામાં જઈને જોયું હતું અને જોતાની સાથે જ તેઓની આખો ફાટી ગઈ હતી. કોમલબહેને રસોડામાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. તેથી કોમલબહેનને દુપ્પટ્ટો કાપી તાત્કાલિક પણે સારવાર અર્થે સાયણ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબો દ્વારા કોમલ બહેનને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. હાલ આ અંગે પોલીસ દ્વારા ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.