આપણા જીવનમાં એવા ઘણા વ્યક્તિ હોય છે જે હંમેશા આપણા દિલની નજીક રહે છે. પરંતુ જયારે પણ તે વ્યક્તિ આપણાથી દુર થાય છે ત્યારે આપણને ખુબ જ દુઃખ થાય છે. આવું આપણા સાથે એટલા માટે થાય છે કારણ કે માણસમાં સંવેદનાઓ અને લાગણીઓ હોય છે. જયારે કહેવાય છે કે, આ લાગણીઓ અને સંવેદનાઓ પશુ-પક્ષી તેમજ પ્રાણીઓમાં પણ જોવા મળે છે. જયારે પોપટનો ભાવુક કરતો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, એક પોપટ પોતના પાર્ટનરના મૃત્યુ પર ઈમોશનલ થઇ રહ્યો છે.
પ્રાણીઓમાં પણ ઘણા પ્રસંગોએ લાગણીઓ હોય છે. આવી સ્થિતિમાં હાલમાં જ સામે આવેલો વીડિયો દરેકની આંખો ભીની કરવાનું કામ કરી રહ્યો છે. વાયરલ થઈ રહેલ આ વીડિયોમાં પોપટ પોતાના પાર્ટનરના મૃત્યુ બાદ ભાવુક થતો જોવા મળી રહ્યો છે.
View this post on Instagram
વાયરલ થયેલ વીડિયોમાં જોઈ શકાય છે કે, વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક માણસ પોતાના ઘરમાં પોપટની જોડી રાખતો હતો. જ્યારે તેમાંથી એક પોપટ મૃત્યુ પામે છે, ત્યારે તેને દફનાવી રહ્યો હતો. આ દરમિયાન બીજો પોપટ તેના પાર્ટનરને ભાવુક રીતે અંતિમ વિદાય આપતો જોઈ શકાય છે. તે મૃત પોપટની કબરની આસપાસ ફરે છે અને પછી કબરની અંદર તેની ચાંચ મૂકીને તે પોપટને ઉપાડવાનો પ્રયાસ કરતો હોવા મળે છે.
હાલમાં વાયરલ થઈ રહેલો આ વીડિયો જોઇને મોટાભાગના યુઝર્સની આંખો પણ ભીની થઈ ગઈ છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ઝડપથી લાખો વ્યૂઝ તેમજ મોટી સંખ્યામાં લાઈક્સ મળી રહી છે. તેમજ યુઝર્સ તેમની ભાવનાત્મક પ્રતિક્રિયાઓ ટિપ્પણી કરતા જોવા મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.