જમ્મુ કશ્મીર રાજ્ય માંથી બે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનું બિલ લોકસભામાં પણ પાસ થઈ ગયું છે. હવે આ બિલ ઉપર રાષ્ટ્રપતિની સહી અને સરકારી ગજેટ નોટિફિકેશન પછી બંને પ્રદેશોની વહેંચણી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. અને તેની સાથે જ જમ્મુ-કાશ્મીર વિધાન પરિષદ ને બંધ કરવામાં આવશે. જમ્મુ-કાશ્મીરના દરેક પેન્ડિંગ બિલ રદ કરવામાં આવશે. આ બીલના દરેક 58 નાના વાંચ્યા બાદ ગૃહ મંત્રાલય માં જમ્મુ કાશ્મીર અને લદાખ નું વિભાજન કઈ રીતે થશે તેની વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી.
બંને કેન્દ્રશાસિત રાજ્ય ના ફંડ ની વહેચણી વસ્તી અને અન્ય લોકોના આધાર ઉપર કરવામાં આવશે.
રાજધાની જમ્મુ-કાશ્મીર ઉપર નિર્ણય બાકી:
રાજ્યની વહેંચણી બાદ લદાખની રાજધાની લેહ ને બનાવવામાં આવશે. જોકે અત્યાર સુધીમાં જમ્મુ કાશ્મીર ની રાજધાની ને લઈ ને અંતિમ નિર્ણય લેવાનો હજી સુધી બાકી છે. હાલના સમય મા છ મહિના માટે જમ્મુ તેમજ અન્ય છ મહિના માટે શ્રીનગર ને રાજધાની માનવામાં આવતું હતું
ઉપરાજ્યપાલ:
રાષ્ટ્રપતિ અને આગળ ની વ્યવસ્થા થાય ત્યાં સુધી જમ્મુ-કાશ્મીર અને લદાખ બંને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાજ્યપાલ તરીકે સત્યપાલ મલિક જ બની રહેશે. સત્યપાલ મલિક હાલમાં જમ્મુ કશ્મીર રાજ્ય ના રાજ્યપાલ છે. જેની જાહેરાત હાલમાં રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી છે.
કદાચ પાસે એક લોકસભા ની સીટ:
બંનેના કેન્દ્રશાસિત પ્રદેશો ના જિલ્લામાં જે સીમા અત્યાર સુધી બની છે તેમાં કોઇ પરિવર્તન લાવવામાં આવશે નહીં. જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ માટે પાંચ લોકસભાની સીટ દેવામાં આવી છે. જ્યારે લદાખ કેન્દ્રશાસિત પ્રદેશ માટે એક સીટ આપવામાં આવી છે.
હાઇકોર્ટ અલગ અલગ નહીં પરંતુ એક જ રહેશે:
બન્ને કેન્દ્રશાસિત રાજ્યમાં અલગ અલગ અલગ બનાવવામાં નહીં આવે પરંતુ હાલમાં જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટ દ્વારા બંને કેન્દ્ર શાસિત રાજ્યો નું નિયંત્રણ કરવામાં આવશે. હાઇકોર્ટના ખર્ચા અને સ્ટાફનો પગાર બંને રાજ્યની લોક સંખ્યા ના આધારે નક્કી કરવામાં આવશે.