નવરાત્રિ તો બધા લોકોનો લોકપ્રિય તહેવાર છે. નવરાત્રિ આવવાના પહેલા જ થોડા સમયથી લોકો જોરોશોરોથી તૈયારીમાં લાગી જાય છે. પંતુ શું આ કોરોના મહામારીમાં નવરાત્રિ નો તહેવાર ઉજવામાં આવશે ? હાલમાં કોરોના મહામારીના સંકટ વચ્ચે નવરાત્રી પર્વ ઉપર પણ સંકટના વાદળો ઘેરાયા છે.
નવરાત્રિ માટે સરકાર મંજૂરી આપશે કે નહીં તેનો ડર આયોજકોને સતાવી રહ્યો છે. તો નવરાત્રિની અનિશ્ચિતતાને લઈ આજે અમદાવાદ, રાજકોટ સહિતનાં ગરબા આયોજકોએ સીએમ રૂપાણી સાથે મીટિંગ કરી હતી. આજે બપોરે અમદાવાદ, રાજકોટ સહિતનાં ગરબાનાં આયોજકોએ સીએમ વિજય રૂપાણી સાથે બેઠક કરી હતી.
બેઠક યોજાયા બાદ ગરબા આયોજકોએ જણાવ્યું કે, હાલમાં નવરાત્રિ યોજવી શક્ય નથી. ગરબાના આયોજકોએ સીએમ રૂપાણી પાસે લિમિટેડ લોકો સાથે ગરબાની મંજરી માગી છે.
અમે નવરાત્રિમાં ગરબા માટે ઘણા આશાવાદી છે. ખેલૈયાઓ 1000 રૂપિયા ખર્ચે. પાસનાં પૈસામાંથી અનેકલ કોલોનાં ઘર ચાલે છે. ઓરકેસ્ટ્રા અને કલાકારોની પણ રજૂઆત હતી. 25-30 ટકા લોકો સાથે ગરબાની મંજૂરી મળવી જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી હતી. જો કે, 30 ઓગસ્ટ સુધી નવરાત્રિ મામલે સરકાર કોઈ નિર્ણય નહીં લઈ શકે. જો કે, આશા છે કે, 30 ઓગસ્ટ બાદ સ્થિતિ સુધરશે તો ગરબાની પરમિશન મળી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP