ઘટના ગુરુવાર ની છે. ઉત્તર પ્રદેશના મુઝાફરનગરમાં એક વિદ્યાર્થીને ચૂંટણીના વાતાવરણમાં ભાજપનો વિરોધ કરવો મોંઘો પડ્યો. આ વિદ્યાર્થીને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો. આ મારપીટનો વિડિઓ ઇન્ટરનેટ પર વાઇરલ થઇ રહ્યો છે.
હકીકતમાં આ પુરી ઘટના TV શો ના રેકોર્ડિંગ વખતે ઘટી. મીડિયા રિપોર્ટ પ્રમાણે એક રિપોર્ટર લોકોને મોદી સરકારે કરેલા કર્યો વિષે તેમના વિચારો પૂછી રહ્યો હતો. તે દરમ્યાન બોર્ડની પરીક્ષા આપવા આવેલા એક યુવાને મોદી સરકારની ટીકા કરી દીધી, જેથી ત્યાં હાજર ભાજપના કાર્યકર્તા રોષે ભરાયા અને તેને માર મારવા લાગ્યા. ભાજપ ના કાર્યકરો દ્વારા માર મારતા સમયે તેને આતંકવાદી પણ કહેવામાં આવ્યો હતો.
In Muzaffarnagar, BJP workers brutally thrashed a youth who confronted govt’s claim over job and education during an election special segment hosted by senior journalist @narendrauptv for his channel. Mob can be heard calling the youth a terrorist. pic.twitter.com/mNjo3zCT6n
— Piyush Rai | پیوش رائے (@Benarasiyaa) March 6, 2019
આ યુવક નું નામ અદનાન છે અને તે ધર્મથી મુસલમાન છે.આ પુરી ઘટનાનો વિડિઓ સોશ્યિલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. મીડિયા ને નિવેદન આપતા અદનાને કહ્યું કે ,” ત્યાંથી પસાર થતી વખતે મેં એક TV શો નું શૂટિંગ જોયું એટલે હું પણ તેમાં જોડાઈ ગયો. એ દરમિયાન મોદી સરકાર દ્વારા થયેલા કર્યો ના જવાબમાં મેં જેવી સરકારની ટીકાઓ સારું કરી કે ત્યાં ઉપસ્થિત ભાજપના કાર્યકરોએ મને મારવાનું સારું કરી દીધું.” અદનાને સાથે કહ્યું કે પોલીસે કોઈ વિરુદ્ધ ફરિયાદ નોંધી નથી. તેને જણાવ્યું કે તે એક મુસ્લિમ હોવાથી અને ભાજપ વિરુદ્ધ બોલવાથી માર મારવામાં આવ્યો.