ગુજરાતમાં અવાર-નવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહે છે. ત્યારે આજરોજ આવી જ એક ઘટના વડોદરામાં આવી જ એક ઘટના સામે આવી છે. વડોદરામાં આવેલ પારૂલ યુનિવર્સિટીની મહિલા આસિસ્ટન્ટ પ્રોફેસર પર ફિઝીયોથેરાપીના પ્રિન્સીપાલે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ દાખલ થતા હોબાળો મચી ગયો છે.
ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, દિલ્હીમાં યોજાયેલ સેમિનાર દરમિયાન બેભાન કરીને તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં છેલ્લા એક વર્ષથી આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરતી મહિલા પર પારૂલ યુનિવર્સિટીના ફિઝીયોથેરાપીના પ્રિન્સીપાલ ડૉ. નવજોત ત્રિવેદી દ્વારા દિલ્હીમાં યોજાયેલ સેમિનાર દરમિયાન બેભાન કરીને કારમાં તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.
પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ બંન્ને એક બીજાના સંપર્કમાં આવ્યા હતા. આ દરમિયાન ડૉ.નવજ્યોત ત્રિવેદી મહિલા આસિસ્ટન્ટ પ્રોફેસર પાસે ખરાબ માંગણીઓ કરી હતી. આ સાથે એવી ધમકીઓ પણ આપી હતી કે, તે તેને નોકરીમાંથી કાઢી મુકશે.
આ ઉપરાંત બંન્ને વચ્ચે મેસેજથી થયેલી વાતચીત પણ વાયરલ કરવાની ધમકી આપી હતી. નવજોત ત્રિવેદિ ગયા વર્ષે યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થી અને અન્ય સ્ટાફ સાથે દિલ્હી ગયા હતા. જ્યાં તેમણે તું મને બહુ ગમે છે, તેવી વાતો કરી હતી. અને તેને બેભાન કરીને દુષ્કર્મ આચર્યું હતું.
ફરિયાદ કરતા પહેલા મહિલા આસિસ્ટન્ટ પ્રોફેસરે વાઘોડિયા પોલીસ મથકે અરજી આપી હતી. જે અરજીની લાંબી તપાસ બાદ વાઘોડિયા પોલીસ દ્વારા પારૂલ યુનિવર્સિટીના ફિઝીયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ.નવજોત ત્રિવેદી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત ચેટિંગ સહિતની ટેક્નિકલ બાબતોના આધારે તપાસ શરુ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle