ગુજરાતમાં શાળાઓ ખુલવા મુદ્દે મોટા સમાચાર, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી મોટી જાહેરાત

હાલમાં કોરોના મહામારીના કારણે શાળા-કોલોજોમાં થી ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. ત્યારે હવે ગુજરાતમાં દિવાળી વેકેશન પછી ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે કોલેજ, ઈસ્ટિટયુટ અને સ્કૂલો શરૂ થઈ શકે તેમ છે. પેટા ચૂંટણી બાદ બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને શિક્ષણ સચિવ સાથે તમામ પાસાંઓની ચર્ચા કરીને તૈયારી કરવા કહ્યુ હતુ.

ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી એવા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આજરોજ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે રાજ્યમાં બીજા સત્રથી શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટે માટે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે, શિક્ષણ સચિવ વિનોદ રાવ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે.શાહ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા. જાણકારી પ્રમાણે રાજ્ય સરકારે દિવાળી પછી ધોરણ-9 થી 12 સુધીના ક્લાસ શરૂ કરવા માટે લીલીઝંડી આપી શકે છે. જ્યારે ધોરણ-1થી ધોરણ-8 સુધીના વિદ્યાર્થીઓ માટે હાલ ઓનલાઇન અભ્યાસ (Online Education)ની સુવિધા ચાલુ રાખવામાં આવી શકે છે.

મુખ્મમંત્રીએ મંત્રી મંડળના સભ્યોને પણ ધારાસભ્યો સહિત જનપ્રતિનિધિઓ પાસેથી ફરીથી ફિજિકલ એજ્યુકેશન શરૂ કરવા માટે પ્રતિભાવો માંગ્યા હોવાનું જણાવતા ટોચના અધિકારીએ કહ્યુ કે, હાલમાં દિલ્હીમાં કોરોનાના કેસોમાં ફરીથી ઉછાળો શરૂ થયો છે. ગુજરાતમાં આવી સ્થિતિ નહિ સર્જાય તો બે સપ્તાહમાં જ સ્કૂલો- કોલેજો શરૂ કરવાનો નિર્ણય લેવાશે. જેમાં સૌ પ્રથમ કોલેજો, મહાવિદ્યાલયો અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ધોરણ 12 થી 9 અને ત્યારબાદ ઉતરતા ક્રમે સ્કૂલો શરૂ કરવા તરફ આગળ વધવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.

આ ઉપરાંત ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કરેલી જાહેરાત અનુસાર, ક્લાસરૂમમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેના માટે આંતરે દિવસે બે- ત્રણ ભાગમાં વિદ્યાર્થીઓને બોલાવવાથી લઈને નવા નિયમો હેઠળ વર્તમાન શૈક્ષણિક વર્ષનું શિક્ષણ કાર્ય આગળ વધારાશે. ગુજરાતમાં કોરોના વાઈરસથી ચેપગ્રસ્ત નાગરીકોના દૈનિક કેસની સંખ્યા, હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓ અને મૃત્યુદરમાં ઘટાડા બાદ રાજ્યનો આરોગ્ય વિભાગ કોવિડ-19ની વૈશ્વિક મહામારી માટે ઉપયોગમાં લેવાતી દવાઓ, ઈન્જેક્શન અને ઓક્સિજનની માત્રામાં પણ ઘટાડો થઈ રહ્યાનો દાવો કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *