પાસપોર્ટ વિભાગની મોટી જાહેરાત: સમગ્ર દેશમાં 29 ઓગસ્ટથી પાંચ દિવસ સુધી પાસપોર્ટ સેવા રહેશે બંધ

Passport Service Suspend: જો તમારે નવો પાસપોર્ટ બનાવવો હોય તો તમારે આગામી 5 દિવસ સુધી રાહ જોવી પડશે, કારણ કે પાસપોર્ટ વિભાગનું પોર્ટલ દેશભરમાં બંધ રહેશે. આ બંધ 29 ઓગસ્ટના રોજ રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે અને 2 સપ્ટેમ્બરના રોજ સવારે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. ફક્ત એટલું જ નહીં આ સમય દરમિયાન જે લોકોને એપોઇન્ટમેન્ટ કન્ફર્મ થાય છે, તેમની પણ અપોઇન્ટમેન્ટ(Passport Service Suspend) રદ કરી છે અને તેમને નવી અપોઇન્ટમેન્ટ આપવામાં આવશે એવી માહિતી રિઝનલ પાસપોર્ટ કચેરી દ્વારા આપવામાં આવી છે.

ટેકનિકલ ખામીઓના કારણે પાસપોર્ટ સેવા બંધ
​​​​​​​પાસપોર્ટ સેવા પોર્ટલ 29 ઓગસ્ટ રાતથી 2 સપ્ટેમ્બર સુધી ટેકનિકલ કારણોસર બંધ રહેશે. 30 ઓગસ્ટ, 2024ની તમામ એપોઇન્ટમેન્ટ રદ કરવામાં આવી છે. જે લોકોને 30 ઓગસ્ટની એપોઇન્ટમેન્ટ કન્ફર્મ થઈ જશે, તેમને નવી એપોઇન્ટમેન્ટ આપવામાં આવશે. જે અંગે મેસેજથી જાણકારી આપવામાં આવશે. ગુલબાઈ ટેકરા ખાતેની મુખ્ય કચેરીમાં સામાન્ય અને વોક ઈન ઇન્કવાયરી પણ 30 ઓગસ્ટ માટે બંધ કરવામાં આવી છે.

પાસપોર્ટને લગતી કામગીરી સરળ અને ઝડપી બને હાથ ધરાયા
અમદાવાદ પાસપોર્ટ કચેરી દ્વારા આ વખતે ખાસ કેમ્પ યોજીને લોકોની સમસ્યાઓ હલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમજ પાસપોર્ટની લગતી સમસ્યાના ઉકેલ માટે આગામી સમયમાં પણ ખાસ કામગીરી અંગેની વિચારણા હાથ ધરવામાં આવી છે. રિઝનલ પાસપોર્ટ અધિકારી અભિજીત શુક્લ દ્વારા પાસપોર્ટને લગતી કામગીરી સરળ અને ઝડપી બને તે દિશામાં પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

ઑગસ્ટ 30, 2024 માટે પહેલેથી જ બુક કરેલી એપોઇન્ટમેન્ટ યોગ્ય રીતે ફરીથી શેડ્યૂલ કરવામાં આવશે અને અરજદારોને જાણ કરવામાં આવશે.’ અસર: આ સમયગાળા દરમિયાન પોર્ટલ સેવા ઉપલબ્ધ રહેશે નહીં.