નરાધમે બે બાળકની માતાને પ્રેમ જાળમાં ફસાવી 67 તોલા સોનુ પડાવ્યું, શારીરિક સંબંધ બાંધી આ રીતે મરવા મજબુર કરી

ગુજરાત(Gujarat): પાટણ(Patan)માં બે બાળકની માતા સાથે એક યુવકે પ્રેમ સંબંધ બાંધ્યો હતો અને 67 તોલા સોનું સાડા ચાર કિલો ચાંદીના દાગીના એક મહિના માટે વાયદે લઈ પાછા ન આપી મહિલાના અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી યુવક મહિલાને હેરાન પરેશાન કરી મરવા માટે મજબુર કરતા મહિલાએ કંટાળી સિધ્ધિ સરોવર(Siddhi Sarovar)માં આપઘાત કરી લીધો હતો. આ મહિલાના પતિએ આરોપી પાટણના યુવક ઠક્કર મહેશ રમેશભાઈ સામે ફરિયાદ દાખલ કરાવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાટણ શહેરમાં શુક્રવારના રોજ સિદ્ધિ સરોવરમાં બે સંતાનની માતાએ આપઘાત કરી લેતા તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલે મહિલાના પતિ દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, પાટણના રળિયાત નગરમાં રહેતા ઠક્કર મહેશભાઈ રમેશભાઈ ઉંમર વર્ષ 25 નામનો યુવક થોડા સમય અગાઉ તેમની પત્ની સાથે સોશિયલ મીડિયામાં મિત્રતા બાંધી હતી.

મહત્વનું છે કે, મહિલા જિમમાં જતી હોય ત્યાં યુવક આવતો હતો અને આ દરમિયાન રૂબરૂ મિત્રતા કેળવી વિશ્વાસમાં લઈ પોતાનો બિઝનેસ અમદાવાદમાં ચાલતો હોવાનું અને તેમાં ઘણા પૈસા રોકાયેલા છે તેવું કહ્યું હતું અને જેથી પૈસાની જરૂર હોવાનું કઈ પાંચ લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. જેથી મહિલા દ્વારા પોતાના 67 તોલા સોનુ અને સાડા ચાર કિલો ચાંદુના ઘરેણા યુવકને આપવામાં આવ્યા હતા.

એક મહિનાના વાયદે ઘરેણા લીધા પછી પરત આપવાના વાયદે મહિલાને ગેસ્ટ હાઉસમાં બોલાવી એકબીજાની સંમતિથી શારીરિક સંબંધ બાંધી અશ્લીલ ફોટા પાડી બ્લેકમેલ કરી ઘરેણા પરત આપ્યા નહોતા અને બ્લેકમેલ કરી ફોટા વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી હતી. જેથી હેરાન પરેશાન કરી મરવા મજબુર કરી હતી અને આપઘાત કરી લીધો હતો. હાલમાં તો યુવક વિરુધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા પતિના ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *