પાટણ: તળાવમાં નહાવા કૂદેલા બે સગા ભાઈ-બહેનના મોતથી પરિવાર પર આભ ફાટ્યું, જાણો સમગ્ર ઘટના

Patan Lake News: પાટણમાંથી ખુબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં ગરમીના કાળા કહેર વચ્ચે સરસ્વતી મોરપા ગામે તળાવમાં નહાવા (Patan Lake News) પડેલા બે બાળકોના મોત નિપજ્યા છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે બંને બાળકો સગા ભાઈ બહેન હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ, બાળકોના મોતથી પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે.

તળાવમાં નાહવા પડેલા ભાઈ બહેનના મોત
હાલમાં ગરમી તેમજ લૂનું પ્રમાણ ખુબ જ વધી ગયું છે. આથી લોકો આ ગરમીથી છુટકારો મેળવવા માટે ગામના આસપાસ આવેલ નદી તેમજ તળાવમાં નહાવા જતા હોય છે. ત્યારે ગરમીમાં આ નહાવાની મજા એ ભાઈ બહેન તેમજ એક પરિવાર માટે આખી જિંદગીની સજા સમાન બની ગઈ છે.

પાટણના સરસ્વતી મોરપા ગામે ચારથી પાંચ બાળકો ગરમીથી રાહત મેળવવા માટે તળાવમાં નહાવા ગયા હતાં. આ દરમિયાન 9 વર્ષનો ભાઈ અને 14 વર્ષની બહેનનું તળાવમાં ડૂબી જવાથી મોત નિપજ્યા છે. જે દરમિયાન બે બાળકો તળાવમાં ડૂબી રહ્યા હતાં, ત્યારે તેમને ડૂબતા જોઈ સાથે નહાવા પડેલા અન્ય બાળકોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો અને બૂમાબૂમ કરી હતી.

બાદમાં ગામના લોકો ભેગા થઈ ગયા અને બાળકોને તળાવમાંથી બહાર કાઢી તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જોકે, સારવાર દરમિયાન બંને બાળકોના મોત નિપજ્યા હતાં.

પરિવાર શોકમાં ગરકાવ
આ ઘણા અંગે પરિવારને જાણ થતા જ પરિવાર એક સાથે પરિવારના બે બાળકોને ગુમાવવાના દુઃખમાં ગરકાવ છે. તેમજ તેના પરિવારમાં ભારે આક્રન્દ જોવા મળી રહ્યો છે. પરંતુ આ ઘટના પરથી આવી રીતે કોઈપણ ઊંડાણવળી જગ્યાએ નહાવા માટે ન જવું જોઈએ અને સબક મેળવવો હવે જરૂરી બન્યું છે.