Patanjali products news: પતંજલિ કેસમાં સુપ્રીમ કોર્ટની ઝાટકણીની અસર દેખાવા લાગી છે. ઉત્તરાખંડ સરકારે બે વર્ષથી પેન્ડિંગ કામ બે દિવસમાં પૂરું કર્યું છે. ઉત્તરાખંડ ડ્રગ કંટ્રોલ ડિપાર્ટમેન્ટના લાયસન્સિંગ ઓથોરિટીએ પતંજલિની પેટાકંપની દિવ્યા ફાર્મસીને મોટો ઝટકો આપ્યો છે અને આ કંપનીના 14 ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો છે. દિવ્યા ફાર્મસીની આ દવાઓ પર ભ્રામક જાહેરાતો અને ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ એક્ટના ઉલ્લંઘનનો આરોપ છે. ઉત્તરાખંડ સરકારે (Patanjali products news) પણ આ કાર્યવાહી અંગે સુપ્રીમ કોર્ટને જાણ કરી છે અને એફિડેવિટ દાખલ કરી છે.
કઈ કઈ ચીજવસ્તુઓ પર પ્રતિબંધ
દિવ્ય ફાર્મસીની ચીજો પર પ્રતિબંધ લાગ્યો છે તેમાં શ્વાસારી ગોલ્ડ, શ્વાસારી વાટી, દિવ્યા બ્રોન્કોમ, શ્વાસારી પ્રવહી, શ્વાસારી અવલેહ, મુક્તા વટી એક્સ્ટ્રા પાવર, લિપિડોમ, બીપી ગ્રિટ, મધુગ્રિત, મધુગૃતિ, મધુનાશિની વાટી એક્સ્ટ્રા પાવરનો સમાવેશ થાય છે.
શું હવે આ ઉત્પાદનો બજારમાં ઉપલબ્ધ થશે?
ના, હવે આ પ્રોડક્ટ્સ માર્કેટમાં જોવા નહીં મળે. ન તો આ ઉત્પાદનોનું ઉત્પાદન કરવામાં આવશે. પ્રતિબંધ બાદ આ પ્રોડક્ટ્સ હવે ઈતિહાસ બની ગઈ છે.
શા માટે કાર્યવાહી કરવામાં આવી?
ઉત્તરાખંડ સરકારની ડ્રગ લાયસન્સિંગ ઓથોરિટીએ આદેશ જારી કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, વિવિધ માધ્યમો દ્વારા આ ઉત્પાદનોની સતત ભ્રામક જાહેરાતોની ઘણી ફરિયાદો અમારા ધ્યાન પર આવી છે. તે ફરિયાદો અંગે કેન્દ્રીય આયુષ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર લાઇસન્સધારક (દિવ્ય ફાર્મસી) ને પત્રો/નોટિસ મોકલવામાં આવ્યા પછી ઉત્પાદન પણ કરવામાં આવ્યું હતું. સંબંધિત નિયમો, શરતો, ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ એક્ટ 1954 અને ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ 1945નું વારંવાર ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.
ગેરમાર્ગે દોરતી જાહેરખબરોનો ચાલી રહ્યો છે કેસ
રામદેવ અને તેમની ફાર્માસ્યુટિકલ કંપની પતંજલિ આયુર્વેદને ગયા મહિને સુપ્રીમ કોર્ટે ગેરમાર્ગે દોરતી જાહેરાતોને લઈને આકરો ઠપકો આપવામાં આવ્યો હતો જે પછી રામદેવે બે વાર માફી માગી હતી તેમ છતાં પણ સુપ્રીમે નરમ વલણ દાખવ્યું નહોતું.
પતંજલિ ફૂડ્સને કારણદર્શક નોટિસ
રામદેવની એફએમસીજી કંપની-પતંજલિ ફૂડ્સ લિમિટેડને ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ દ્વારા કારણદર્શક નોટિસ મોકલી દેવામાં આવી છે. ચંદીગઢ સ્થિત ડીજીજીઆઈએ 27.5 કરોડ રૂપિયાના જીએસટીની માંગ કરવામાં આવી છે. ડીજીજીઆઈ ચંદીગઢે તેની તપાસમાં સાત બનાવટી કંપનીઓ દ્વારા જારી કરાયેલા બનાવટી ઇન્વોઇસેસ જોયા. આરોપ છે કે આના આધારે પતંજલિ ફૂડ્સ દ્વારા લગભગ 27.46 કરોડ રૂપિયાના નકલી આઇટીસીના દાવા કરવામાં આવ્યા હતા. કંપનીના પ્રવક્તાએ આ નોટિસની પુષ્ટિ કરવામાં આવી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App