હાલના સમયમાં સમગ્ર દુનિયા કોરોના સામે લડી રહી છે. પણ હજુ સુધી કોઈ દેશે કે કોઈ સંસ્થાએ કોરોનાની દવા નથી શોધી. પણ બાબા રામદેવની સંસ્થા પતંજલિએ કોરોનાની આર્યુવેદિક દવા શોધી કાઢવાનો દાવો કર્યો છે અને હમણાં 12 વાગ્યે આ દવા લોન્ચ કરવાના છે, એવી માહિતી આચાર્ય બાલકૃષ્ણએ આપી છે.
કોરોના મહામારીથી મચેલી તબાહી વચ્ચે હાલમાં એક સારા સમાચાર છે. યોગગુરૂ બાબા રામદેવની પતંજલિ સંસ્થાએ મોટી જાહેરાત કરી દીધી છે. પતંજલિ સંસ્થાએ જાહેરાત કરી છે કે તેમણે કોરોનાને જડ માંથી નાસ કરનારી પહેલી આયુર્વેદિક દવા વિકસિત કરી લીધી છે. આ દવાને મંગળવારના રોજ બપોરના 12 વાગ્યે પતંજલિ યોગપીઠમાં લોન્ચ કરવામાં આવશે. દવાનું નામ કોરોનિલ રાખવામાં આવ્યુ છે અને આ દાવાને આચાર્ય બાલકૃષ્ણ દ્વારા લોન્ચ કરવામાં આવશે. આ અવસર પર બાબા રામદેવ પણ હાજર રહેશે.
આચાર્ય બાલકૃષ્ણએ આ સંબંધમાં એક ફેસબુક પોસ્ટ કરીને માહિતી આપી છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે આ કોરોનાની એવિડેંસ બેઝડ પહેલી આયુર્વેદિક ઔષધિ છે જેનો સંપૂર્ણ સાયન્ટિફિક ડોક્યુમેન્ટેશનની સાથે બપોરે 12 વાગ્યે લોન્ચ કરાશે.
મળતી માહિતી પ્રમાણે આ દવાને બનાવા માટે પતંજલિ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (હરિદ્વાર) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (જયપુર) એ મળીને રિસર્ચ કર્યું છે. તો પતંજલિ આયુર્વેદ લિમિટેડ અને દિવ્યા ફાર્મસીએ મળીને આ દવાને બનાવાનું કામ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news