સુરતના અનેક વિસ્તારો માંથી ગેસ સીલીન્ડરની ચોરી કરનારો ઝડપાયો- જુઓ કેવી રીતે આપતો હતો અંજામ

હાલની પરિસ્થિતિમાં જે રીતે મોંઘવારી(Inflation) વધી રહી છે, તે જોતા હવે જીવન જરૂરિયાતી વસ્તુઓની ચોરી(Theft) થવા લાગી છે. લીંબુ (Lemon)ના ભાવ વધતા લીંબુની ચોરી થઈ…

હાલની પરિસ્થિતિમાં જે રીતે મોંઘવારી(Inflation) વધી રહી છે, તે જોતા હવે જીવન જરૂરિયાતી વસ્તુઓની ચોરી(Theft) થવા લાગી છે. લીંબુ (Lemon)ના ભાવ વધતા લીંબુની ચોરી થઈ અને હવે ગેસ સિલિન્ડર (Gas cylinder)ની ચોરી થવા લાગી. સુરત (Surat)ના સરથાણા(Sarthana) અને અમરોલી(Amaroli) વિસ્તારમાં 25 જેટલા ગેસ સિલિન્ડરની ચોરી કરવામાં આવી હતી.

આ ઘટનામાં પોલીસે એકને ઝડપી પાડ્યો છે. આ પકડાયેલ ચોર સંજય છેલ્લા એક મહિનાથી સરથાણા અને અમરોલી વિસ્તારમાં ગેસ સિલિન્ડરની ચોરી કરતો હતો. ચોરી કરેલા ગેસ સિલિન્ડર 1700 રૂપિયામાં વેચી પોતાનું ગુજરાન ચલાવતો હતો. સંજયની સાથે ગેસ સિલિન્ડર ખરીદનારની પણ ઝડપી પાડ્યો છે અને પોલીસ દ્વારા 15 ગેસ બોટલ કબજે કરવામાં આવ્યા છે.

સિલિન્ડર ચોરીની ઘટનાઓ વધી રહી હતી:
સુરતમાં છેલ્લા એક મહિનાથી સિલિન્ડર ચોરીના બનાવો વધી ગયા હતા. સિલિન્ડર ચોરીની ઘટના સરથાણા, અમરોલી, યોગીચોક, સાવલિયા સર્કલ, શ્યામધામ ચોક વગેરે વિસ્તારોમાંથી સામે આવતી હતી. જેને લઈને સુરતની કરતાં પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સોસાયટીઓના પાર્કિંગમાંથી ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડરોની ચોરી કરવામાં આવતી હતી.

ગુજરાન ચલાવવા ચોરીના રવાડે ચડ્યો:
સરથાણાં પોલીસે બાતમીના આધારે સિલિન્ડર ચોરી કરતા અને સરથાણા ખાતે જ રહેતા સંજય માન્યા નામના યુવકને ઝડપી પાડયો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ કુલ 25 કરતાં વધુ સિલિન્ડરની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. ચોરી કરેલા આ સિલિન્ડર 1500થી 1700 રૂપિયામાં વેચી દઈને પોતાના જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદતો હતો. સરળતાથી તે પૈસા કમાવવા માટે સંજય માન્યાએ આ રીત અપનાવી હતી.

પાંચ ગુના ઉકેલવામાં સફળતા મળી:
પકડાયેલા આરોપી પાસેથી પોલીસે 15 જેટલા સિલિન્ડર કબજે કર્યા છે. તેમજ 10 જેટલા ગેસ સિલિન્ડર વેચી દીધા હોવાની કબૂલાત કરી છે. તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસને સરથાણા સહિતના પાંચ ગુના ઉકેલવામાં સફળતા મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *