ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા પોલીસ કેસ પરત ખેંચવાની વધુ એક જાહેરાત સરકારે કર્યો હોવાની વાત સામે આવી છે અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 10 પોલીસ કેસ પાછા ખેંચવાની જાહેરાત થતાની સાથે જ પાટીદાર આંદોલનકારીઓના અલ્ટીમેટમ ની અસર ગુજરાત સરકાર પર થઈ હોય તેવી ચર્ચા ને જોર પકડ્યું છે. આંદોલન સમયે થયેલા કેસ પાછા ખેંચવા ની પ્રોસેસ સરકારે શરૂ કરી દીધી છે. જેમાં હાર્દિક પટેલ પર થયેલા બે કેસ પણ સામેલ છે. 15 એપ્રિલે આ માટે કોર્ટમાં કાર્યવાહી શરૂ કરવામાં આવશે તેવી જાણકારી સામે આવી છે.
પાટીદાર આંદોલનકારી નેતા દિનેશ બાંભણિયા જણાવ્યું હતું કે સરકાર ચાર વર્ષની એકની એક વાત કરી રહી છે. સરકારને સતત યાદીઓ સોંપતા રહ્યા છીએ. પરંતુ સરકારે કશું કર્યું નથી હાલમાં જે કાર્યવાહી કરવાની વાત કરી છે. તે શરૂ થાય ત્યારે અમે સાચુ માનીએ અને ઝડપી કાર્યવાહી કરીને કેસો પાછા ખેંચી લેવામાં આવે તે અમે માંગણી હજી પણ કરી રહ્યા છે.
પાટીદાર આંદોલનકારી અલ્પેશ કથીરિયાએ આ બાબતે વાતચીત કરતા જણાવ્યું કે, સરકારે ભૂતકાળમાં જે કેસ પાછા ખેંચ્યા છે તેની તે જાહેરાત જ હાલમાં ફરી કરી છે. નવા કેસ પાછા ખેંચવા ની કોઈ કાર્યવાહી કરી નથી. સરકાર અત્યારે જે કાર્યવાહી કરી રહી છે. તેનાથી અમને સંતોષ છે. આ કામગીરી જલ્દીથી સંપૂર્ણપણે પૂરી કરી દેવામાં આવે તે અમારી માંગણી યથાવત છે.
આ અંગે પાટીદાર આંદોલનકારી અને હાલમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે જણાવ્યું કે સરકારે કેશો પાછા ખેંચવાની પ્રક્રિયા શરૂ કરી તે માટે આભાર પરંતુ હજી 144 કેસ પાછા ખ્નેચવાની કોઈ કામગીરી કરી નથી. ત્યારે દિલથી આભાર માનું છું. હાલમાં જે કેસ પાછા ખેંચવા ની વાત પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ કરી હતી.
હાલમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને ભૂતકાળમાં પાટીદાર અનામત આંદોલનનો ભાગ બનેલા વરુણ પટેલ એ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર પાટીદાર આંદોલનકારી યુવાનો પર થયેલા એક પણ કેસ બાકી રહેવા નહીં દે અને ગુજરાત સરકાર તબક્કાવાર તમામ કેસ પાછા ખેંચી લેશે. કેટલાક કેસ ને બાદ કરતા તમામ પોલીસ કેસ પાછા ખેંચી લેવા ભાજપ સરકાર વહેલી તકે કામ પૂરું કરી લેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.