સુરતના પાટીદાર ઉધોગપતિ મહેશ સવાણીએ પકડ્યું ઝાડું, મનીષ સીસોદીયાની હાજરીમાં AAPમાં જોડાયા

આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખુબ જ મોટા મોટા દવાઓ કરી રહી છે અને દિલ્હીના કેજરીવાલની નજર પણ ગુજરાત રાજ્યની વિધાનસભાની ચુંટણી પર છે. જેને લઈને હવે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી ગુજરાતના પ્રવાસે આવ્યા છે.

સુરત એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ માનીશ સિસોદિયાએ કહ્યું છે કે, હું જ્યારથી ગુજરાતમાં આવી રહ્યો છું અને દરેક વખતે અનુભવી રહ્યો છું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખુબ જ સક્રિય બની રહી છે. સાથે આમ આદમી પાર્ટીના નાનામાં નાના કાર્યકર્તાઓમાં ઉત્સાહ ખુબ જ વધી રહ્યો છે. આજે આગળની રણનીતિ શું હશે તેના પર ચર્ચા કરવામાં આવશે.

મહત્વની વાત એ છે કે, ચુંટણીને લઈને આમ આદમી પાર્ટી આજે મહત્વની રણનીતિ બનાવી શકે છે. જયારે હવે સુરત આમ આદમી પાર્ટીમાં અનેક કાર્યકર્તાઓ જોડાઈ શકે છે અને મોટા પાટીદાર ઉધોગપતિ પણ આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી અટકળો ચાલી રહી હતી જેનો આખરે અંત આવ્યો છે.

સુરતના જાણીતા ઉધોગપતિ સામાજિક અગ્રણી મહેશભાઈ સવાણીએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સાથે સર્કીટ હાઉસમાં મુલાકાત કરી હતી અને હવે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. મનીષ સિસોદિયાની હાજરીમાં આમ આદમી પાર્ટીનો ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા.

મહેશ સવાણીએ પ્રેસ કોન્ફેરેન્સમાં કહ્યું કે, હું સેવા કરવા માટે રાજનીતિમાં આવ્યો છું. ઘણા લોકોએ મને કહ્યું કે, તમારા પર રેડ પડશે, હેરાન કરશે. મારે સેવા કરવા બદલ જો જેલમાં જવું પડે તો પણ જવા તૈયાર છું. જયારે પણ સમાજનું કામ થતું હોય ત્યારે તેમાં રાજકરણ ન હોય પરંતુ અત્યારે સમાજના કામમાં રાજકારણ થાય છે. સાથે કહ્યું કે દિલ્હીની સરકારી સ્કુલ સુવિધાઓથી સજ્જ છે. કોરોના કાળમાં લોકો મદદ માગી રહ્યા હતા ત્યારે સરકારની જવાબદારી બને કે લોકોની સેવા કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *