પોલીસ ઇન્સ્પેકટરે એટલો ત્રાસ આપ્યો કે, છેવટે કંટાળીને આ પાટીદાર આગેવાને કરી લીધી આત્મહત્યા

કોરોના મહામારીની વચ્ચે ઘણીવાર હત્યાની તેમજ આપઘાતની ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે.સુરત શહેરમાં આવેલ ઓલપાડ તાલુકાની ઘણી સહકારી સંસ્થાઓમાં સેવા આપનાર પાટીદાર સમાજનાં સહકારી આગેવાન તથા સરકારી રોડનાં કોન્ટ્રાક્ટ લેવાની સાથે કવોરી ઉદ્યોગની સાથે જોડાયેલ દુર્લભભાઈએ માંડવી નજીકમાં આવેલ ખંજરોલી ગામે આવેલી પોતાની જ ક્વોરીમાં આત્મહત્યા કરી લીધી હતી.

એમને રાંદેર PI લક્ષ્મણસિંહ બોડાણા, કુલ 4 પોલીસકર્મી સહિત કુલ 11 લોકોએ કરોડોની જમીન લખી આપવાં માટે ખૂબ દબાણ આપ્યું હતું. આ મામલે માંડવી પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી દીધી છે. સુર્યપુર સોસાયટી રાંદેર રોડ ખાતે રહેતાં દુર્લભભાઈ ગાંડાભાઈ પટેલ પીસાદ ખાતે બ્લોક નંબર 4 વાળી કુલ 10,218 ચોરસ મીટર જમીન 17/03/’14 નાં રોજ સ્ટાર ગ્રુપનાં માલિક કિશોરભાઈ કોસીયાના નામે એક સોદા ચીઠી બનાવી હતી.

આ જમીનમાં વિવાદ થતાં લાંબી ખેંચતાણ પછી ઇન્કમટેક્ષનો સવાલ ઉકેલ્યા પછી ગત તારીખ 2 જાન્યુઆરીની રાત્રે રાંદેર પોલીસ સ્ટેશનથી પોલીસ દુર્લભભાઈને બોલાવવાં માટે આવ્યા ત્યારે સવારમાં આવવાનું કહેતા દબાણપૂર્વક કહેલું કે આપને કોઈપણ સંજોગોમાં અત્યારે જ PI લક્ષ્મણ બોડાણા બોલાવી રહ્યાં છે.

ત્યારે દબાણને વશ થઈને દુર્લભભાઈ તથા એમનો દીકરો કિશોર પોલીસ સ્ટેશન ગયાં. ત્યાં રાજુ લાખા ભરવાડ તેમજ હેતલ નટવર દેસાઈ PIની ચેમ્બરમાં અગાઉથી બેઠેલા હતા તેઓએ નાલાયક ગાળો આપીને પીસાદની જમીન અંગે તાત્કાલિક નોટરી રૂબરૂ લખાણ કરી આપવાનું જણાવતાંની સાથે રાતો રાત જ લખાણ કરાવવામાં આવ્યું હતું.

ત્યારપછી વધર્રે દબાણ કરી કેટલાંક માણસો તૈયાર સાટાખતની સાથે લઈને ઘરે આવી એનાં પર સહી કરાવવાં સાથે વીડિયોગ્રાફી પણ કરી હતી. ત્યારપછી પણ વિવાદ ઉભો રહેતા 30 જુલાઈના રોજ પણ PI લક્ષ્મણે દુર્લભભાઈ અને એના દીકરાઓની સાથે ખરાબ વર્તન કરીને દસ્તાવેજ કરવાં માટે દબાણ કર્યું હતું.

દુર્લભભાઈએ અવેજની બાકીની રકમની માંગણી કરી હતી તે તો ન જ આપી તથા પહેલાં જે લખાણ કરેલ કાગળ પણ ન આપ્યા હતા. જેને લીધે છેલ્લા કુલ 6 માસથી દુર્લભભાઈ ખુબ જ માનસિક તાણમાં રહેતાં હતા. છેવટે એમણે જીવન ટૂંકાવી લીધું હતું.

PI લક્ષ્મણસિંહ બોડાણા,રાજુભાઈ લાખાભાઈ ભરવાડ, હેતલ નટવર દેસાઈ, ભાવેશ કરમસિંહ સવાણી, કનૈયાલાલ નરોલા, કિશોર ભુરાભાઈ કોશિયા, વિજય શિંદે, મુકેશ કુલકર્ણી, અજય બોપાલા, કિરણસિંહની વિરુદ્ધ ગુનો નોધવામાં આવ્યો છે.

17/03/2014 નાં રોજ જમીનની એક સોદા ચીઠ્ઠી કિશોરભાઇ ભુરાભાઇ કોસીયાનાં નામે બનાવવામાં આવી હતી, જેની અવેજની રકમ કુલ 24,03,88,687 નક્કી થઈ હતી. આ જમીન પેટે રોકડા કુલ 18,00,00,00 રૂપિયા દુર્લભભાઈને મળ્યા હતાં તથા કુલ 3,09,30,584ના કેટલીક બેંકના ચેક મળ્યા હતા. આ દરમ્યાન સ્ટાર ગ્રુપના કિશોરભાઇ કોસીયાને 17/08/2016 ના રોજ ઇન્કમટેક્સની તપાસ કરવામાં આવી હતી.

જેનો રેલો દુર્લભભાઈને ત્યાં પણ આવ્યો હતો. જેથી કુલ 13 કરોડથી વધુની રકમ ઇન્કમટેક્ષની જવાબદારી દુર્લભભાઈ પર ઉભી થઈ હતી, જે કિશોરભાઇએ આપવાનું આશ્વાન આપ્યું હતું.

2/1/2020 નાં અંદાજે 8 વાગ્યે રાંદેર PI  લક્ષ્મણસિંહ બોડાણાએ કુલ 2 પોલીસવાળાને મોકલાવીને પોલીસ મથકમાં બોલાવ્યા હતાં. જ્યાં એમણે રાજુભાઇ લાખાભાઇ ભરવાડ તેમજ હેતલ નટવરલાલ દેસાઇની સાથે ઓળખાણ કરાવી હતી. ત્યારપછી જમીન બાબતે દુર્લભભાઈને અપશબ્દો કહીને ધાકધમકી આપવામાં આવી હતી.

18/02/2020ના રોજ સાંજનાં સમયે રાજુભાઇ લાખાભાઇ ભરવાડ તેમજ હેતલભાઇ દેસાઇ, વિજયભાઇ સિંદે, મુકેશ કુલકર્ણી નામના શખ્સો અમારા ઘરે આવ્યા હતાં. તેઓ ઉપરોક્ત જમીનનો કબ્જા સહીતનો તૈયાર સાટાખત એમની સાથે લઇ આવેલ તથા મારા પિતાજીને બતાવી જેમાં મારા પિતાજીએ સહી કરી આપેલ.

30/07/2020ના રોજ ભેસાણ ગામમાં આવેલ મગોબ રોડ પર આવેલ કોઇ ફાર્મ હાઉસ પર હોમ કોરોન્ટાઇન થયેલ PI લક્ષ્મણસિંહ બોડાણાએ બોલાવીને ખુબ જ ધાકધમકી આપવામાં આવી હતી.

06/09/2020ના રોજ દુર્લભભાઈ તેમજ એમનો પુત્ર પોલીસ કમિશનરને મળીને ફરિયાદ કરવાનાં હતા. તેની પહેલા જ એમણે આત્મહત્યા કરી લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *