મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતા સમાચાર મુજબ કેન્દ્રિયમંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના પ્રમુખ રામદાસ અઠાવલે હાલ ગુજરાત રાજ્યની મુલાકાતે છે ત્યારે તેમણે 2024માં યોજાનાર લોકસભાની ચૂંટણીને લઈને મોટું અને મહત્વનું નિવેદન આપ્યું છે, રામદાસ અઠાવલેએ કહ્યું છે કે, 2024માં ભારતીય જનતા પાર્ટી 350 થી 400 બેઠકો જીતશે અને મોદી સરકારના નેતૃત્વમાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે.
કેન્દ્રિયમંત્રી રામદાસ અઠાવલેએ ગુજરાતમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીઓમાં અને આગામી સમયમાં ચાર રાજ્યોમાં યોજાનાર ચૂંટણીઓ તેમની પાર્ટી ભારતીય જનતા પાર્ટીને જ સમર્થન કરશે તેવું તેમણે કહ્યું છે. સાથે તેમણે મોદી સરકારના 7 વર્ષના શાસનના પણ વખાણ કર્યા છે અને મોદી સરકારની સંગે દેશમાં થઇ રહેલી વેક્સિનેશનની કામગીરીને પણ વખાણી છે.
કેન્દ્રિયમંત્રી રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના પ્રમુખ રામદાસ અઠાવલેએ પાટીદાર સમાજને OBCમાં સમાવાને લઇને પણ એક મોટું અને મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે નિવેદન આપતા કહ્યું છે કે, પાટીદારોની OBCમાં સામેલ ન કરી શકાય તેમને અલગ ક્વોટો કે અલગથી જ કેટેગરી બનાવીને અનામત આપી શકાય તેવું કેન્દ્રીયમંત્રીએ કહ્યું છે. જેને લઈને રાજકારણમાં પણ ભારે ગરમાવો આવી ગયો છે.
જ્યારે કેન્દ્રીયમંત્રી રામદાસ અઠાવલેએ દલિતો મુદ્દે પણ મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે, કેટલાક લોકોને દલિત સારા કપડાં પહેરે, કે ઘોડા પર બેસે તો સારું લાગતું નથી પણ મહત્વનું છે કે, અમદાવાદમાં ગુજરાત પ્રદેશ RPI પ્રમુખના પિતાના બેસણામાં હાજરી આપવા માટે આવ્યા છે ત્યારે તેઓ RPIના કાર્યકરો સાથે પણ મહત્વની બેઠક યોજીને તેમની સાથે મહત્વપૂર્ણ ચર્ચાઓ પણ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.