સતત વધતાં જઈ રહેલ કોરોના કેસને ધ્યાનમાં લેતાં હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. કોરોનાના પ્રકોપને ધ્યાનમાં લેતાં CM વિજય રૂપાણીએ અમદાવાદથી કુલ 20 નવા ધનવંતરી રથનું લોકર્પણ કર્યું છે. આ દરમિયાન મુખ્યંમત્રી દ્વારા પત્રકાર પરિષદને સંબોધન કરવામાં આવ્યું હતું.
જેમાં તેમણે અધ્યક્ષ સી.આર પાટીલે કરેલ કુલ 5,000 રેમડેસિવિર ઈન્જેક્શનની વ્યવસ્થા પર પણ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, સી.આર પાટીલને સરકાર તરફથી એકપણ ઈન્જેક્શન ફાળવવામાં આવ્યું નથી. બીજી બાજુ કોંગ્રેસ દ્વારા પણ આ મામલે આક્ષેપો કરવામાં આવ્યા છે.
CR પાટીલે કેવી રીતે કરી 5000 ઈન્જેક્શનની વ્યવસ્થા?
સંપૂર્ણ રાજ્ય કોરોનાની મહામારીમાં સપડાયું છે ત્યારે હોસ્પિટલોમાં દર્દીઓને બેડ મેળવવામાં પણ ખુબ મુશ્કેલી પડી રહી છે. રેમડેસિવિર ઈન્જેક્શન લેવા માટે પાછલા કેટલાક દિવસથી ઝાયડસ હોસ્પિટલની બહાર લોકોની લાંબી લાઈનો જોવા મળતી હતી. આની વચ્ચે સુરતમાં સી.આર પાટીલે 5,000 રેમડેસિવિર ઈન્જેક્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આવા સમયમાં CM વિજય રૂપાણીએ શનિવારે પ્રેસ-કોન્ફરન્સમાં કહ્યું હતું કે, પાટીલે ઈન્જેક્શનની વ્યવસ્થા ક્યાંથી કરી એનાં વિશે તેમને પૂછો. સરકાર તરફથી એકપણ ઈન્જેક્શન આપવામાં આવ્યું નથી. તેમણે જણાવ્યું હતું કે, ગુવાહાટીથી જે આવી રહ્યું છે એની સાથે સરકારને કંઈ લાગતું વળગતું નથી.
માત્ર 8 દિવસમાં 15,000 બેડની વ્યવસ્થા કરાઈ:
આ દરમિયાન મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાંથી કોરોનાના 1.35 લાખ કેસ સામે આવ્યા છે. રાજ્યમાં પણ કુલ 4,500 કેસ સામે આવ્યા છે, જયારે મહારાષ્ટ્રમાંથી 60,000 કેસ સામે આવ્યા છે. કોરોના સંક્રમણમાં ખુબ ઓછા લોકો સંક્રમિત થાય એ માટે ધ્યાન રાખવામાં આવે છે.
ગત વર્ષે 1800થી લઈને 4500 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. ફક્ત 8 દિવસમાં કુલ 15,000 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જયારે 3,100 આઈસીયુ તેમજ કુલ 965 વેન્ટિલેટરનો વધારો કરી દેવામાં આવ્યો છે. રેમડેસિવિર ઇજેક્શનની માત્રા વધારી દેવામાં આવી છે.
20 નવા ધનવંતરી રથનું કર્યું લોકાર્પણ:
CM વિજય રૂપાણી દ્વારા નવા 20 ધનવંતરી રથોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં હવે કુલ 54 ધનવંતરી રથની સેવાઓ મળશે. રાજ્યમાં અત્યારસુધીમાં ફક્ત 34 ધનવંતરી આરોગ્ય રથ કાર્યરત હતા જયારે વધુ 20 રથનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
આ રથમાં કોરોના માટેના એન્ટિજન ટેસ્ટની પણ સુવિધા અપાઈ છે. આની ઉપરાંત ડાયાબિટીસ, યુરિન, પ્રેગનન્સી ટેસ્ટ, હીમોગ્લોબિન ટેસ્ટની પણ સુવિધા ઉપલબ્ધ છે. આ 20 નવા ધનવંતરી રથમાંથી 3 અમદાવાદને મળશે કે, જે બોપલ, ચાંદખેડા તથા બાવળા વિસ્તારમાં રહેશે. આ રથ કડિયાનાકા તથા ભીડભાડવાળા સ્થળે જઈને લોકોને સારવાર આપશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.